Art, asked by alok590, 10 months ago

એક છોકરો એક છોકરી ને લઈને જાતો હતો પોલીસવાળાએ તેને રોક્યો પુછ્યુ તમારો સબંધ શું છે તો છોકરા એ જવાબ આપ્યો આનો સસરો મારા સસરાનો બાપ

Answers

Answered by rishabmodi99
8

Answer:

ઓહ,કોણ હશે? કૂકરની સીટીની સાથે ડોરબેલનો મીઠો રણકાર ધીરો સંભળાયો,તેજલનાં ડગ દરવાજા તરફ મંડાયા, સાંકળ ખોલીને સામે ખાખી કપડામાં કવર લઈને ઉભેલો શંભુભાઇનો હાથ લંબાયો,બહેન ,આમાં ઝટ સહી કરી દો, આ બ્હાર ગાજે છે, લાગે છે ગમે ત્યારે તૂટી પડશે.આકાશ તરફ જોતા હાથ લુછી તેજલે સહી કરી.

આખરે ધવલ એના મનનું કરી ને જ રહયો, ખોલવા ગઇ ને બીજી સીટી વાગી,કમને એ રસોડા તરફ ફંટાઈ,ગેસ બંધ કરી કવર હાથમાં લીધુ, સાઈડમાંથી ખોલ્યુ, સફેદ કાગળ સહીસિક્કાવાળુ ડોકાયુ.

કોર્ટનો આદેશ! ધવલને કોણ સમજાવે કે કાગળ પર સંબંધ બંધાતા નથી કે લાલ કે વાદળી સહી કરી દેવાથી એ ભૂંસાતા નથી, પણ આ તો રહી લીલીછમ લાગણીની વાત તને ન સમજાય,

પુરા ત્રણ વરસ કોલેજમાં સાથે હસતા રમતા ગાળ્યા, હું ડાન્સમાં રહેલી અને તેં ગીત ગાયેલુ”તેરી આંખોકે સિવા દુનિયામેં રખ્ખા કયા હૈ”બરાબર મારી સાથે નજર મેળવીને, આજેય એ ક્ષણે થયેલો રોમાંચ ને દિલનું બમણા જોરથી ધડકવુ અનુભવાય છે.

તું વિજેતા થયેલો ને આપણી મુલાકાત એ હસ્તધુનનથી આગળ વધી કોફી શોપ સુધી પહોંચી ગઇ.લાગણીની ભાષા સમજાતી ગઇને શરણાઈ સંભળાવા લાગી.

અચાનક તારા પિતાનું કાર અકસ્માતમાં અવસાન થયુ, એક શૂન્યાવકાશ સર્જાયો, તારા માથે જવાબદારી આવી ગઇ, નાના ભાઈ દેવ અને મોમને સાચવાની અને સાથે કુટંબ માટે સારી નોકરી કરી લેવાની.

નોકરીની અરજી કરી, અને નસીબે યારી આપી ,તને નોકરી મળી ગઈ.મારી આંખમાં ડોકાતો સવાલ તેં વાંચી લીધો, એ સાંજે નદી સામેનાં બાંકડે બેસી તેં મને પુછ્યુ,”મારી સાથે લગ્ન કરીશ?

મેં તારી હથેળી જોરથી પકડી લી ધી,તને જવાબ મળી ગયો.ને ખુશી તારી આંખોથી મેં છલકાતી જોઇ લીધી.

તે જ દિવસે તેં તારી મોમ ને વાત કરી, થોડા સવાલો આસાની થી સમજાવી આખર તું મારા માટે આનાકાની પછી પણ મોમને મનાવી શક્યો.

મારા ઘરેથી તો હા જ હતી, ને મારૂ સપનુ સાચુ પડ્યુ, ખુશીનો સાગર લહેરાયો, આખુ આકાશ મારી મુઠ્ઠીમાં મેં અનુભવ્યુ.શરૂની જિંદગી સુમેળ ને સમજણભરી રહી.

અચાનક એક દિવસ તારો લાડકો ભાઇ દેવ પડી ગયોને હોસ્પિટલથી ફોન આવ્યો, હું ને તારા મમ્મી પહોંચ્યા, તું પણ ઓફિસથી રઘવાયો આવ્યો.બધા ટેસ્ટ કરાવ્યા, ને એને મગજમાં કેન્સરની ગાંઠ આવી.આપણે ત્રણેતો જમીન પર ફસાડાઈ પડયા.

એના ઈલાજ શરૂ થયો , પૈસાની ખેંચ જણાવા લાગી.તારો ને તારી મોમનો ગુસ્સો મારા પર ઉતરવા લાગ્યો, આઘાતમાં આંસુ થીજી ગયા.તારી મોમ હવે બોલવા લાગેલી કે હું આવીને મુસીબત લાવી.ને એવામાં ફરી પગ તળેથી જમીન ખસી ગઇ, તુ જયાં કામ કરતો હતો તે કંપની બંધ થઇ ગઇ,

આ સમાચારથી સુનામી આવ્યુ ઘરમાં આપણા તો, અને સાથે આ પણ મારા લીધે થયુ, એવુ મોમ ને લાગ્યુ, તું પણ વારેવારે સાંભળીને મોમની વાતમાં ભળી ગયો.ધીરે ધીરે તું પણ આના માટે મને જવાબદાર ગણવા લાગ્યો, મને સંભળાવા પણ લાગ્યો.શરૂમાં તો હું ખુબ રડી, મને ખબર હતી કે અત્યારે તો તું મને નહી સાંભળે.સાતફેરા અને પ્રણયની વાતો વિસરાઈ ગઇ.

મુંઝવણમાંથી મેં ઉકેલ સુચવ્યો, કે હું પણ નોકરી કરૂ,તું સંમત થયોને મેં નોકરી શોધી લીધી.ઇલાજ કરો પણ દેવનું મોત નક્કી જ હતુ.એ વાતથી આપણે અજાણ તો ના હતા.તું આ સહન કરી ના શક્યો,ડીપ્રેશનમાં રહેવા લાગ્યો.જેમ ફાવે તેમ બોલે એ સાંભળવાની જાણે આદત પડી ગઇ.

મારા કામને લીધે મને પ્રમોશન મળ્યુ, એ વાત તું જીરવી ના શક્યો, મોમની વાતોમાં તું ભળી ગયો.સંદેહનાં બીજ તેં વાવી દીધા.કંપનીનું કામ ઘરે લાવી કરતી કે તમારી સાથે વધુ સમય પસાર થાય.

એમાં પણ તને શક થવા લાગ્યો, તારી આંખોમાંથી વિશ્વાસ ઓઝલ થઇ ગયો અને શક ઘર કરી ગયો. હું જોતી હતી સમજતી હતી પણ સમજાવી શકતી ન હતી.સમજદારી ગાયબ હતી.

અને એક સવારે તેં મારો હાથ જોરથી પકડી પુછ્યુ,”કયાં જાય છે, બોસને મળવા?”

હું સમસમી ગઇ,કંઇ જવાબ આપુ તે પહેલા તેં હાથ ઉપાડ્યો, મોમ સાથે ભળ્યા, એક જ ઝાટકે હાથ છોડાવી કશું પણ બોલ્યા વિના હું નીકળી ગઈ.

અવાજ પડઘાતા હતા પાછળ કે આવશે એ તો ઘણીય, નહિ તો યાર જોડે રહેશે.મારી પાસે જવાબ હતા, પણ સામે ધવાલે સમજદારી ગુમાવી દીધેલી હતી.

“મેરા ક્યા કસુર”અ સવાલ ઘુમરાવા લાગ્યો.મારા તરફથી હેતની હેલી દીધી,સમય સંજોગો સામે ઈમાનદારીથી લડી.પણ, હવે બસ, પાછુ ના જો આગળ ધપ, અંતરમાંથી અવાજ આવ્યો.

આખી જાત સમેટી લીધી, માથાબોળ સ્નાન સાથે હું ફરી બેઠી થઇ.આજે તો કંપનીનાં મકાનમાં સાવ એકલી રહુ છુ,હા, જીવુ છુ, કેટલાય સવાલ મનમાં ધરબીને, એક આશા હતી કે ધવલ લેવા આવશૅ, પણ એ ના આવ્યો, આ છૂટાછેડાનો કાગળ આવ્યો,

“આપ કયું રોયે જો હમને દાસ્તાં અપની સુનાઇ,”રેડિયો પર ગીત વાગતુ હતુ,

મૂશળધાર વરસાદ તૂટી પડ્યો, વાછટ ના આવે ધારી તેજલે દરવાજો સજ્જડ બંધ કરી દીધો.

— પૌરવી ત્રિવેદી

Similar questions