English, asked by patelkhush9898, 11 months ago

મારે અમદાવાદ પર નિબંધ જોઇએ છીએ એમાં ફેમસ જગ્યા એના વિશે

Answers

Answered by arvindbhaiasalaliya
0

Answer:

ગુજરાતના પૂર્વ પાટનગર અમદાવાદ વિશે તમે ઘણું બધું જાણતા હશો. અમદાવાદીઓ માટે આ ગર્વની વાત છે કે અમદાવાદ મહાત્મા ગાંધીની કર્મભૂમિ રહી. કોરોના વાયરસના કહેરને પગલે નાગરિકો કારણ વિના ફરવાનું ટાળતા હોય તે સ્વભાવિક છે ત્યારે અમે તમારા માટે એવી 13 વસ્તુઓ વિશે જણાવશું જેના માટે અમદાવાદ ફેમસ છે. ત્યારે જો તમે ફિઝિકલી અમદાવાદના આ પ્લેસની મુલાકાત ના લઇ શકો તો આવો અમે તમને ડિજિટલી આ સ્થળોની મુલાકાત કરાવશું.

Explanation:

1. સાબરમતિ આશ્રમ

અમદાવાદના ફેમસ સ્થળોમાનું એક સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીના આવાસ સ્થાન હતું. ભારતની આઝાદીની લડાઇ વખતે ગાંધીજી સાબરમતિ આશ્રમમા 12 વર્ષ સુધી રોકાયા હતા. હાલ આશ્રમમાં એક મ્યૂઝિયમ છે, ગાંધી સ્મારક સંગ્રહાલય. લૉકડાઉન પહેલા અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓના પાવન પગલાં પડતાં હતાં.

2. ટેક્સટાઇલ સિટી

અમદાવાદ ભારતના ટેક્સટાઇલ હબ તરીકે પણ જાણીતુ છે. જેના પરિણામસ્વરૂપે જ શહેરમાં વોલસેલ કપડાંનું જબરું માર્કેટ છે. એટલું જ નહિ, અહીં ટેક્સટાઇ મ્યૂઝિયમ પણ આવેલું છે જ્યાં તમે વિવિધ પ્રકારના એન્ટિક ભારતીય ટેક્સટાઇલના કલેક્શન જોઇ શકો છો, જો તમે ભારતના ટેક્સટાઇલ ઇતિહાસને જાણવા માંગો છો તો આ સ્થળ તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે.

3. 600 વર્ષ જૂની મસ્જિદ

શહેરની સૌથી જૂની આ મસ્જિદનું નિર્માણ 1414માં થયું હતું અને અને અમદાવાદના સ્થાપક અહમદ શાહ પર આ મસ્જિદનુ નામ પાડવામા આવ્યું છે. કહેવાય છે કે રોલ પરિવારની ખાનગી મસ્જિદ તરીકે આનો ઉપયો કરવામાં આવતો હતો. અહમદ શાહની આ મસ્જિદ પોતાના પિલર અને પ્રાર્થના હોલ જેવા આર્કિટેક્ચર માટે પ્રવાસીઓને આકર્ષે છે.

4. Food Street- માણેક ચોક

સવારે વ્યસ્ત શોપિંગ માર્કેટ અને રાત્રે યમ્મી ફૂડ સ્ટ્રીટ અમદાવાદીઓને આકર્ષે છે. અહીં શહેરના વિવિધ પ્રકારના નાસ્તા મળે છે. સ્વાદના માણીંગરો અહીંના લિજ્જત નાસ્તાને માણવા માટે આવવાનું ચૂકતા નથી

5. લાલદ દરવાજા માર્કેટ

લાલ દરવાજા માર્કેટ શહેરની બહુ ફેમસ અને સૌથી વ્યસ્ત માર્કેટ છે. જો ભૂલથી તમે અહીં બાઇક લઇને ઘૂસી ગયા તો માર્કેટ ક્રોસ કરવામાં પરશેવો વળી જાય તેવી ભીડ અહીં જામેલી હોય છે. આ માર્કેટમાં કપડાં, ઇલેક્ટ્રિક વસ્તુઓ અને હેન્ડિક્રાફ્ટ વસ્તુઓ વેચાણના વિવિધ સ્ટોલ નાખેલા છે. જો તમે બજેટ શોપિંગમા માનતા હોવ તો લાલ દરવાજા માર્કેટ તમારા માટે જ છે.

ભૂખ લાગે એટલે જમવા પહેલા નાસ્તો યાદ આવે અને જો નાસ્તો કોઈ સારી જગ્યાએ કરો તો જમવાની પણ જરૂર રહેતી નથી. ત્યારે અમે તમને અમદાવાદની ટોપ-15 નાસ્તની દુકાનો વિશે જણાવીશું..તમે ત્યાંનો નાસ્તો કરશો તમને ખૂબ જ મજા પડશે. તમે અહીંયા નાસ્તો કર્યા બાદ જમશો પણ નહીં, કેમ કે આ જગ્યાનો ટેસ્ટ એટલો અદભુત છે કે તમે ચાખશો તો ચાહક બની જશો.

Similar questions