સ્વચ્છતા નું નિબંધ ગુજરાતી માં
Answers
❤️_________✍️_________❤️
" સ્વચ્છ ગુજરાત "ના નિર્માણ અને " સ્વચ્છ ભારત " ના નિર્માણની શરૂઆત ગાંધીજીના જન્મદિન બીજી ઓક્ટોબર થી પ્રારંભ કરવામાં આવ્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી વર્ષ - ૨૦૧૯ સુધી આપણા ગુજરાતમાં " મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન " અંતર્ગત પાંચ વર્ષ સુધી આ મિશનનો અસરકારક અમલ કરાવી સ્વચ્છ ભારતનું નિર્માણ કરવામાં આવે એવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. આપણે સૌ આ મિશનને સફળ બનાવવા પોતાનું યોગદાન આપીએ.
" સ્વચ્છ ગુજરાત "ના નિર્માણ અને " સ્વચ્છ ભારત " નું નિર્માણ કરવા અમારી શાળામાં આ અભિયાનની શરૂઆત આજરોજ ૨ જી ઓક્ટોબરથી કરવામાં આવી. પ્રથમ શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલે શાળાના બાળકોને મહાત્મા ગાંધીજીનો જીવન પરિચય કરાવ્યો. બાળકોને ગાંધીજીના સ્વપ્નનું સ્વચ્છ ભારત બનાવવા હરહંમેશ પોતાનું ઘર- ઘરઆગણું - શેરી - ગામ ને સ્વચ્છ રાખવા સમજ આપી. શાળાના બાળકોએ પૂજ્ય બાપુને હેપી બર્થડે કરી મિશનની શરૂઆત કરી.
આજે શાળામાં પ્રથમ ધોરણ- ૪ થી ૮ ના તમામ બાળકો, શાળાના શિક્ષકો , આરોગ્ય કર્મચારીઓ , આંગણવાડી કાર્યકરો , એસ.એમ.સી.ના સભ્યો વગેરે સાથે મળી સ્વચ્છતા રેલી કરવામાં આવી. સ્વચ્છતા જાળવવા સંબંધી સુત્રોચ્ચાર કરી રેલી ગામની શેરીઓમાં ફરી ગામના લોકોને સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
સ્વચ્છતા રેલી બાદ શાળાના બાળકો અને શિક્ષકોએ સાથે મળી શાળા વર્ગખંડ , શાળા મેદાન , અને શાળાની આજુબાજુની જગ્યાઓની સફાઈ કરી. સૌ એ સાથે મળી આજના મિશનને સફળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. ગામની બહેનોએ પણ અભિયાનમાં જોડાઈ પોતાનો મહત્વનો ફાળો આપી ગામની શેરીની સફાઈ કરી પોતાનું યોગદાન આપ્યું. શાળા પરિવાર વતી અભિયાનમાં જોડાયેલ બહેનોને અભિનંદન.
આજની સ્વચ્છતા મિશનનો મેસેજ ઘરે ઘરે પહોચે અને એનો અમલ કરવામાં આવે. જેથી ટુકા દિવસોમાં આપણે આપણું ગામ- તાલુકો-જીલ્લો-રાજ્ય અને દેશ સ્વચ્છ બનાવીએ. અને સાચા અર્થમાં બાપુના જન્મ દિનની ઉજવણી કરી ગણાશે.
✔️✌️✔️✌️✔️✌️✔️✌️✔️✌️✔️
❤️
✨✨
✳️✳️✳️
✔️✔️✔️✔️
➖➖➖➖➖
❤️❤️❤️❤️❤️❤️
✨✨✨✨✨✨✨
✳️✳️✳️✳️✳️✳️✳️✳️
✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
✨✨✨✨✨✨✨✨✨✨✨
✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️✳️
✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖