CBSE BOARD X, asked by desaiom1735, 9 months ago

સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ શુ છે?​

Answers

Answered by pavanisimha1
3

Answer:

પરિવર્તન સંસારનો નિયમ છે’.

·         અર્થશાસ્ત્ર છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે.

માનવ વિકાસનો અર્થ

·         'માનવ વિકાસ' શબ્દસમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, સ્વાતંત્ર્યના વિકાસ અને માનવ અધિકારોના અમલરૂપે વપરાય છે.

·         'માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.'-UNDP.

·         માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે.

·         માત્ર આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે.

·         માનવ વિકાસના ચાર આવશ્યક સ્તંભો છે. સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ.

માનવ વિકાસ એટલે

·         માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ-ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને.

·         માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે.

·         માનવી તંદુરસ્ત, આરોગ્યમય અને દીર્ધાયુ જીવન જીવે.

·         માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે.

·         આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય.

·         ઊંચા જીવનધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને.

·         ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય.

·         ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે.

·         વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય.

·         માનવ અધિકારોનો ઉપયોગ કરે.

માનવ વિકાસ આંક(HDI)

·         નોબેલ પારિતોષિક વિજેતા ભારતીયમૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવવિકાસ આંકની વિભાવના કરી.

·         પ્રથમ માનવવિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

·         સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા દર વર્ષે માનવવિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

·          UNDP દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવવિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક (Human development index-HDI) નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો.

   Ø  માનવ વિકાસ આંકમાં ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

1.       સરેરાશ આયુષ્ય (આરોગ્ય)

2.       શિક્ષણ સંપાદન (જ્ઞાન)

3.       જીવન ધોરણ (માથાદીઠ આવક)

·         વર્ષ 2010થી નીચે મુજબની નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં  આવે છે.

1.       અપેક્ષિત આયુષ્ય આંક [(Life Expectancy Index-LEI) ( સરેરાશ આયુષ્ય)]- આરોગ્ય અને દીર્ધાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મહત્તમ 83.6વર્ષ અને ન્યૂનત્તમ 20 વર્ષની નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.

2.       શિક્ષણ આંક [(Education Index-EI) ( શિક્ષણ સંપાદન)] જેના બે પેટા નિર્દેશકો નીચે મુજબ છે.

1.       શાળાકીય સરેરાશ વર્ષો- જેમાં ઉચ્ચત્તમ 13.૩ અને ન્યુનતમ શૂન્ય વર્ષ નિર્ધારિત કરેલ છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.

2.       અપેક્ષિત શાળાકીય વર્ષો- પાંચ વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.  ભારતમાં અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 વર્ષ છે.  

૩) આવક આંક [(Income Index-II)( જીવન ધોરણ)] - માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497 $  અને માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ 5238 $ છે.  માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકની અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. સમખરીદશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

·         માનવ વિકાસ આંકની ગણતરીમાં પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે.

·         માનવ વિકાસ આંકનું  મૂલ્ય 0 થી  1 ની વચ્ચે હોય છે.  કોઈ પણ દેશ માટે મહત્તમ 1 મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે.

·          આ તફાવત દેશો-દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી નીવડે છે. 

માનવ વિકાસ અહેવાલ

·         UNDP દ્વારા વર્ષ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે.

·         માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશોને તેના માનવ વિકાસ આંક-HDI મૂલ્યના આધારે ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવેલ છે. જેમાં નોર્વે (0.944)પ્રથમ ક્રમે છે.

·         બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા(0.935) અને સ્વિત્ઝરલેન્ડ(0.930) ત્રીજા ક્રમે છે. તેમજ એશિયાઈ દેશ સિંગાપુર(0.912) 11માં ક્રમે છે. ભારત 0.609માનવ વિકાસ આંક સાથે 188દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. એટલે કે તે મધ્યમ માનવવિકાસ વાળા દેશોની શ્રેણીમાં સામેલ છે. આ અહેવાલમાં સૌથી નીચેના 188 માં ક્રમે નાઈઝર(0.348) છે.

·         ભારતનો માનવવિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586, વર્ષ 2014માં 0.604 અને વર્ષ 2015માં 0.609 થયો છે.

Similar questions