India Languages, asked by SANAALI1790, 10 months ago

સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વચ્ચે સામાન્ય તફાવત શું છે?

Answers

Answered by bhaveshpandya7893
5

કુટુંબ એ સમાજનો પાયાનો એકમ છે. તેને સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ એમ બે પ્રકારમાં વેંચી શકાય છે.

સંયુક્ત કુટુંબ:

=> તેને વિસ્તૃત કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ફક્ત માતાપિતા અને બાળકો જ નહીં, દાદા-દાદી,  કાકા- કાકીઓ, પિતરાઇ અને અન્ય સંબંધીઓ પણ હોય છે જે નજીકમાં રહે છે અથવા એક જ ઘરની અંદર રહે છે.

=> સંયુક્ત પરિવારો વિભક્ત પરિવારો કરતા મોટા હોય છે.

વિભક્ત પરિવાર:  

=> તેમાં ફક્ત માતાપિતા અને બાળકોનો જ સમાવેશ થાય છે.

=> દાદા દાદી અને અન્ય સબંધીઓ એક જ ઘરમાં સાથે રહેતા નથી.

=> વિભક્ત પરિવારને પ્રારંભિક, પરંપરાગત અથવા લગ્ન સંબંધી કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ વચ્ચેનો તફાવત:

=> આ તફાવત સભ્ય સંખ્યા પૂરતો મર્યાદિત નથી. આવક, ખર્ચ, સ્વતંત્રતા, જગ્યા અને સભ્યો કેવી રીતે એકબીજા સાથે વર્તે છે તે ઉપયુક્ત બંને પ્રકારોમાં નોંધપાત્ર રીતે અલગ છે.

=> સંયુક્ત અથવા વિભક્ત કુટુંબ બંનેમાંથી વધુ સારું કયું છે તે વિશે કોઈ નિર્ધારિત ધોરણ નથી. દરેક પ્રકારનાં પોતાના ફાયદા અને ગેરફાયદાઓ છે.

mark as branliest answer

Similar questions