તમારા વિસ્તાર માં સ્વછતા ના અભાવે રોગચાળો ફેલાયેલો છે તે દૂર કરવા નજીક ના આરોગ્ય કેન્દ્ગ ના અધિકારી ને અરજી લખો
Answers
તમારા વિસ્તારમાં સ્વછતાના અભાવે રોગચાળો ફેલાયેલો છે તે દૂર કરવા નજીકના આરોગ્ય કેન્દ્ગના અધિકારીને અરજી નીચે લખવામાં આવી છે:
જયંત પરમાર,
એ-1, મહાવીર કોમ્પ્લેક્સ,
રાજહંસ રોડ,
સુરત - 395001.
તા.: 10/11/2021.
પ્રતિ,
અધિકારીશ્રી,
જન આરોગ્ય કેન્દ્ર,
રાજહંસ રોડ,
સુરત - 395001.
વિષય: રોગચાળો અટકાવવા ગંદકી કરાવવા બાબતે
માનનીય સાહેબશ્રી,
જયહિન્દ સાથે જણાવવાનું કે રાજહંસ રોડ નજીક અપનાઘર વિસ્તારમાં ગંદકી ખુબ જ ફેલાયેલી છે. નગરપાલિકાનું વાહન નિયમિત ન આવતા લોકો લોકો કચરો ગમે ત્યાં ઠાલવી દે છે. આની સાથે જ રોડની સફાઈ પણ કોઈ કારણોસર રોજ થતી નથી.
ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. સાથે જ ડેન્ગ્યુ ને મેલેરિયા જેવી ગંદકીના કારણે ફેલાતા રોગ પણ ફાટી નીકળ્યા છે.
આ વિષયે નગરપાલિકામાં અમે અરજી આપી નિયમિત સફાઈ કરવા આગ્રહ પણ કરી ચુક્યા છે. પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અને પરિસ્થિતિ વધુ ગંભીર જણાતી જાય છે.
માટે આપને વિનંતી છે કે તમે આ અંગે કોઈ પગલાં લો અને અમારા વિસ્તારમાં રોગચાળો ફેલાતો અટકાઈ.
આશા છે કે તમારા તરફથી અચૂક જરૂરી પગલાં લેવામાં આવશે.
આપનો વિશ્વાસુ,
જયંત.
રાજહંસ રોડ,
સુરત.