નીચેનામાંથી સાતપુરા પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર
નીચેનામાંથી કયું છે?
અ. ગુરુશિખર
બ, ધૂપગઢ
ક, પંચમારહી
ડ. મહેંદ્રગિરી
Answers
Explanation:
સાતપુડા પર્વતમાળા એ મધ્ય ભારતમાં આવેલી એક પર્વતમાળા છે. આ પર્વતમાળા પૂર્વી ગુજરાતમાં શરુ થઈ પૂર્વ તરફ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ થઈ છત્તીસગઢ સુધી ચાલે છે. આ પર્વતમાળા તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય પર્વતમાળાને સમાંતર છે. વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશને છૂટી પાડે છે. ઉત્તરના ઢોળાવો પરથી વહી નર્મદા નદી વિંધ્ય અને સાતપુડા પર્વત વચ્ચેના પ્રદેશમાંથી પશ્ચિમ તરફ વહી અરબી સમુદ્રને મળે છે. સાતપુડા પશ્ચિમ છેડાના દક્ષિણ ઢોળાવ પરથી વહી તાપી નદી પશ્ચિમ તરફ વહી અરબી સમુદ્રને મળે છે. સાતપુડ પર્વતમાળાના મધ્ય અને પૂર્વી ઢોળાવો પરથી વહી ગોદાવરી નદી અને તેની ઉપનદીઓ દક્ષિન ભારતના ઉચ્ચ પ્રદેશોમાં વહે છે. મહા નદી આ પર્વત માળાના પૂર્વી છેડેથી નીકળે છે. ગોદાવરી અને મહા નદી બંગાળના ઉપસાગરને મળે છે. તેના પૂર્વી છેડે સાતપુડા પર્વતમાળા છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશની તેકરીઓને મળે છે.