India Languages, asked by desaiom1735, 7 months ago

"વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા” સ્તુતિ કયા છંદમાં છે ? છંદનું નામ જણાવો.....​

Answers

Answered by akcheiyaks
7

Explanation:

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,

વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;

દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧||

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,

સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;

ભાસે ભયંકર વળી મનના ઉતાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૨||

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,

જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,

ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૩||

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,

કોને કહું કઠિન યુગ તણો બળાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૪||

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,

આડંબરે અતિ ઘણો મદથી બકેલો,

દોષો થકી દુષિતના કરી માફ પાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૫||

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,

હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,

શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૬||

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,

આ જિંદગી થઇ મને અતિશે અકારી,

દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૭||

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,

બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,

શક્તિ ન માપ ગણવા અગણિત માપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૮||

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,

ખોટો ખરો ભગવતી પણ હું તમારો,

જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૯||

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,

તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,

વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૦||

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,

રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,

સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૧||

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,

ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,

સંસારના સકળ રોગ સમૂળ કાપો,

મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ||૧૨||

Answered by priyakumarit10
0

જવાબ:

આ શ્લોક હનુમાન ચાલીસામાંથી લેવામાં આવ્યો છે, જે અહીં મળી શકે છે.

સમજૂતી:

હનુમાન ચાલીસા એ એક ભક્તિમય સ્તોત્ર છે જે હિંદુ ધર્મમાં હનુમાનના માનમાં ગવાય છે. તુલસીદાસ આ લખાણના લેખક હતા, જે અવધી ભાષામાં લખવામાં આવ્યું હતું. રામચરિતમાનસ સિવાય તે તેમની સૌથી જાણીતી કૃતિ છે. હનુમાન ચાલીસા અવધિ ઉપરાંત વિવિધ ભાષાઓમાં લખેલી જોવા મળે છે. આમાંની કેટલીક ભાષાઓમાં સંસ્કૃત, કન્નડ, તેલુગુ, તમિલ, ગુજરાતી અને બંગાળીનો સમાવેશ થાય છે. "chlisa" શબ્દ હિન્દી શબ્દ "chlis" પરથી આવ્યો છે, જેનો અર્થ છે ચાલીસ નંબર. આ એ હકીકતને કારણે છે કે હનુમાન ચાલીસામાં પ્રાર્થનાના આરંભ અને અંતમાં આવતા દંપતિઓને બાદ કરતાં કુલ ચાલીસ શ્લોક છે.

#SPJ2

Similar questions