નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તે ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી,
યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે. જયારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે પરિણામે એકને
સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતાં આવડતું નથી, તેને કશું જ
વાપરતાં આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય, તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય
કોઇને મળી શક્તો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે, તેની પાસે વધુ સમય જમા થઇ
શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગાં થાય એટલે પછી શું ન કરી
શકે? એ ધારે તે કરી શકે.
Answers
નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ નીચે કરવામાં આવ્યો છે:
શીર્ષક: સમયની મૂડી
સમયની મૂડી દરેક પાસે સરખી હોવા છતાં ખર્ચમાં તફાવત હોય છે. તેને કરકસરથી, યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચતા સંતોષ અને સફળતા તથા આડેધડ અને અવિચારીપણે વેડફવાથી થાક અને નિષ્ફળતા મળે છે.
નવો સમય મળવો શક્ય નથી. માટે માનવ જેટલો સમયનો બચત કરશે, તેટલી જ વધુ શક્તિ ભેગી કરી ધારે તે કરી શકશે.