આદિમાનવ ક્યાં રહેતા હતા આદિ માનવ કા રહેતા
Answers
Answer:
આ કોઈ સાધારણ વ્યક્તિ નહીં પણ તેના સમુદાયની બચી ગયેલો એક માત્ર સભ્ય છે.
તે છેલ્લાં 22 વર્ષથી બ્રાઝિલની એમેઝોનની ખીણમાં રહે છે.
વીડિયો સામે આવતાં સમગ્ર વિશ્વનું ધ્યાન ફરી એ દુનિયા તરફ ગયું છે જેઓ આજે પણ આદિમાનવની જેમ જીવન જીવે છે.
એક એવો સમુદાય કે જે આપણી આધુનિકતાથી વાકેફ નથી. તેમનાં ખાન-પાન, રહેણીકરણી બધું જ હજારો વર્ષો પહેલાંના આદિમાનવ જેવું જ છે.
આ લોકો 'અનકૉન્ટેક્ટેડ ટ્રાઇબ્સ' અથવા 'લૉસ્ટ ટ્રાઇબ્સ' છે. તેમાંની મોટા ભાગની જાતિઓ બ્રાઝિલ નજીકના એમેઝોનનાં રેઇન ફૉરેસ્ટ( એવું જંગલ જ્યાં સતત વરસાદ પડતો હોય)માં રહે છે.
line
અમેઝોનનું વિશાળ રેઇન ફૉરેસ્ટ
જંગલ
ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ જંગલ 70 લાખ વર્ગ કિલોમીટરમાં પથરાયેલું છે અને બ્રાઝિલ સહિત નવ દેશોની સરહદો સાથે જોડાયેલું છે.
એક દાયકા પહેલાં એમેઝોન નદીના રસ્તેથી રિપોર્ટિંગ માટે છેક અંદર સુધી જઈ આવેલા બીબીસી રેડિયોના સંવાદદાતા રાજેશ જોશી કહે છે કે અહીં એક અલગ જ દુનિયા વસે છે.
રાજેશ જોશી કહે છે, "એમેઝોન ખૂબ જ વિશાળ નદી છે તેનું ઉદગમ સ્થાન અને તે ક્યાં પૂરી થાય તે નથી દેખાતું તથા ખૂબ જ ગાઢ જંગલોની વચ્ચેથી તે પસાર થાય છે."
"2007માં અમે જ્યારે ત્યાં ગયા ત્યારે 4 દિવસ એક બોટમાં જ રહ્યા હતા. દિવસ રાત સફર કરતા અને તેમાં જ ખાતા અને સૂઈ જતા હતા."
"એકાએક ક્યારેક વાદળો ગરજવા લાગતાં અને ભારે વરસાદ પડતો, વળી એકાએક તડકો પણ નીકળી જતો હતો."
"અહીં માત્ર જીવ-જંતુઓમાં જ નહીં પણ મનુષ્યોમાં પણ વૈવિધ્ય છે. એટલું બધું વૈવિધ્ય છે કે કેટલીક ટ્રાઇબ્સ વિશે કોઈ જાણકારી જ નથી."
તમે આ વાંચ્યું કે નહીં?
વિશ્વના સૌથી એકલા માણસની કહાણી
રવાન્ડા : એ નરસંહાર જેમાં 100 દિવસમાં 8 લાખ લોકો માર્યા ગયા
બ્રાઝિલમાં રહેતા વરિષ્ઠ પત્રકાર શોભન સક્સેનાએ જણાવ્યું કે આ જનજાતિઓ પર નજર રાખવા માટે બ્રાઝિલમાં ફુનાઈ નામની એક એજન્સી બનાવવામાં આવી છે.
તેઓ કહે છે, "એજન્સીનું અનુમાન છે કે અહીં આવી 113 જનજાતિ છે જેમનો સંપર્ક નથી થયો. તેમાંથી 27 જનજાતિઓના અસ્તિત્વની પુષ્ટિ થઈ ચૂકી છે."
"તેમને ટ્રેક કરવામાં આવે છે, તેમના ઍન્થ્રપૉલજિસ્ટ જંગલોમાં જાય છે અને જનજાતિઓ પર દૂરથી નજર રાખવાની કોશિશ કરે છે."
"તેમના સંપર્કમાં આવ્યા વગર જ તેમના રહેવાની અને તેઓ શું ખાય છે તથા કેવી ટેકનિક વાપરે છે તે જાણવાની કોશિશ કરે છે
Explanation: