Science, asked by alpeshparmar9995, 9 months ago

જે પદાર્થો જેવી ક્રિયા દ્વારા વિઘટનીય થાય છે તેઓને ક્યાં પદાર્થ કયો છે

Answers

Answered by manjuyadav20101984
0

Answer:

જળ શુદ્ધિકરણએ દૂષિત પાણીમાંથી અનિચ્છનીય રસાયણો, પદાર્થો અને જૈવિક દૂષકોને દૂર કરવાની પ્રક્રિયા છે. તેનો ઉદ્દેશ ચોક્કસ હેતુને યોગ્ય હોય તેવા પાણીનું ઉત્પાદન કરવાનો છે. મોટા ભાગના પાણીનું શુદ્ધિકરણ માનવ વપરાશ (પીવાના પાણી) માટે કરવામાં આવે છે પરંતુ જળ શુદ્ધિકરણ અન્ય વિશેષ હેતુઓને સંતોષવા પણ કરાય છે જેમાં તબીબી, ફાર્માકોલોજી, રાસાયણિકણ અને ઔદ્યોગિક ઉપયોગની માંગ સંતોષવાનો સમાવેશ થાય છે. જળ શુદ્ધિકરણ માટે વપરાતી સામાન્ય પદ્ધતિઓમાં ગાળણ અને સેડિમેન્ટેશન જેવી ભૌતિક પ્રક્રિયાઓ, સ્લો સેન્ડ ફિલ્ટર્સ અથવા એક્ટિવેટેડ સ્લજ જેવી જૈવિક પ્રક્રિયા, ફ્લોક્યુલેશન અને ક્લોરિનેશન જેવી રાસાયણિકણ પ્રક્રિયાનો અને અલ્ટ્રાવાયોલેટ લાઇટ જેવી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના ઉપયોગનો સમાવેશ થાય છે. પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા કણમય પદાર્થોની સંદ્રતામાં ઘટાડો કરશે જેમાં નિલંબિત કણો, પરોપજીવીઓ, બેક્ટેરીયા, લીલ, વિષાણુઓ, ફૂગ; અને વરસાદ બાદ પાણી જે વસ્તુઓના સંપર્કમાં આપવી હોય તેની સપાટીમાંથી પેદા થયેલા અગળેલા અને કણમય પદાર્થોની શ્રેણીનો સમાવેશ થાય છે.

પીવાના પાણીની ગુણવત્તાના માપદંડ સરકાર અથવા આંતરરાષ્ટ્રીય માપદંડો દ્વારા નક્કી કરવામાં આવે છે. આ માપદંડો ઉપયોગમાં લેનાર પાણીમાં દૂષકોની લઘુત્તમ અને મહત્તમ સાંદ્રતા નક્કી કરે છે. પાણી યોગ્ય ગુણવત્તાવાળું છે કે નહીં તે દૃશ્ય કસોટીથી કહી શકવું શક્ય નથી. અજાણ્યા સ્ત્રોતમાંથી પણ પાણીમાં હાજર હોઇ શકે તેવા સંભવિત તમામ દૂષકોનું શુદ્ધિકરણ માટે ઉત્કલન જેવી પ્રક્રિયાઓ અથવા ઘરેલું સક્રિયકૃત કાર્બન ગાળણનો ઉપયોગ પુરતો નથી. પ્રાકૃતિક ઝરણાના પાણીને 1800ના દાયકા સુધી તમામ ઉપયોગો માટે સલામત ગણાતું હતું પરંતુ હવે તેને ક્યા પ્રકારની સારવારની જરૂર છે તે નક્કી કરતા પહેલા તેનું પરીક્ષણ કરવું પડે છે. રાસાયણિક વિશ્લેષણ, મોંઘું છે છતાં, શુદ્ધિકરણની યોગ્ય પદ્ધતિ નક્કી કરવા માટે જરૂરી માહિતી મેળવવાનો એક માત્ર રસ્તો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2007ના અહેવાલ મુજબ, 1.1 અબજ લોકોને સારો પાવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ નથી, અતિસાર બિમારીના નોંધાતા વાર્ષિક 4 અબજ કેસમાંથી 88% કેસ અસલામત પાણી અને અયોગ્ય ગટરવ્યવસ્થા અને સ્વચ્છતાને આભારી છે અને 1.8 મિલિયન લોકો દર વર્ષે અતિસાર બિમારીઓને કારણે મૃત્યુ પામે છે. હૂ (WHO)ના અંદાજ મુજબ, આ અતિસારના કેસોમાંથી 94 ટકા કેસો સલામણ પાણીના ઉપયોગ સહિત પર્યાવરણમાં સુધારા મારફતે અટકાવી શકાય તેવા છે.[૧] ઘરે ક્લોરિનેશન, ગાળણ અને સોલર બિનચેપીણકર જેવી પાણી માટે શુદ્ધિકરણની સરળ તકનીકો અને પાણીનો સલામત ટાંકામાં સંગ્રહ દર વર્ષે લાખો લોકોનો જીવ બચાવી શકે છે.[૨] પાણીજન્ય બિમારીઓથી થતા મૃત્યુમાં ઘટાડો કરવો વિકાસશીલ રાષ્ટ્રોનો મુખ્ય જાહેર આરોગ્ય ઉદેશ છે

Explanation:

Similar questions