વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન;
ભીડ પડે ના કામનાં એ વિદ્યા એ ધન.
Answers
Explanation:
પોતાની વિદ્યા અને ધન જો આપણને કોઈપણ સમયે એટલે કે જરૂરિયાતના સમયે અથવા ભીડ પડે કામમાં આવે તો જ એનું મહત્વ છે. કવિએ અહીં એ જ વાત કરી છે કે, જો વિદ્યા ફક્ત પુસ્તકમાં જ હોય અને આપણું પોતાનું ધન બીજાના કબજામાં હોય તો એ જરૂરિયાતના સમયે કે ભીડ પડે કામ આવતું નથી.
જ્ઞાન
આપણા જીવનમાં વિદ્યાનું એટલે કે અભ્યાસનું ખૂબ જ મહત્વ છે. આપણે ફક્ત પુસ્તકીયુ જ્ઞાન પ્રાપ્ત ન કરતાં એને જીવનમાં ઉતારવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. એ જ્ઞાનને વ્યવહારુ બનાવવું જોઈએ. આજના સમયમાં વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકીય જ્ઞાન જ આપવામાં આવે છે અને તે પણ સમય જતાં ભુલાતું જાય છે. બાળક જેમ જેમ આગળના ધોરણમાં જાય તેમ તેમ પાછળનું ભૂલતું જાય છે. એને બદલે વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ અથવા વ્યવહારું રીતે જો શિક્ષણ આપવામાં આવે તો ચોક્કસથી એ વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે લાભદાયી બનશે.
વાંચીને ભૂલી જવાની આપણી વૃત્તિમાંથી બહાર આવી આ જ્ઞાનનો આપણા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ. વિદ્યા એ આપણને મુશ્કેલીમાંથી ઉગારી આપણને એક નવી રાહ ચીંધે છે, પરંતુ જ્યારે મુશ્કેલી આવે ત્યારે ચોપડા ખોલીને ન બેસાય. આવું જ્ઞાન તો જો આપણામાં હોય તો જ એ કામે લાગે. વિદ્યાને આપણે જીવનના એક ભાગ તરીકે અથવા એક અંગરૂપ બનાવવી જોઈએ. કોર્ટમાં વકીલ કાયદાનું પુસ્તક લઈને જાય અને દરેક દલીલ વખતે એ પુસ્તકમાં કાયદો જોવા જાય તો એ શા કામનું ? એનો અભ્યાસ જ આપણા માટે મહત્વનો છે અને એ જ ઉદ્ધારક પણ.
ધન
જ્ઞાનની જેમ આપણા જીવનમાં પૈસા પણ એવી રીતે હોવા જોઈએ કે જરૂર પડે કામ આવે. આપણા રોજિંદા જીવનમાં પૈસાનું એટલે કે ધનનું પણ એટલું જ મહત્વ છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે અને વિનિમયના સાધન તરીકે ધન એ ખૂબ જ અગત્યનું છે. પરંતુ આપણું ધન જો બીજાના કબજામાં હોય તો જરૂર પડે એ કામ આવતું નથી. ઘણીવાર બીજાને ધીરેલું ધન પાછું માગતા પણ સમયસર મળતું નથી અને આપણને છતે પૈસે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
Answer:
I think you like my answer