નીચેના શબ્દોના અર્થ આપી, વાક્યપ્રયોગ કરો :
પાણી
પાણિ
ઉદર
ઉંદર
ગુણ
ગૂણ
ગોળ
ગૉળ
ચિર
ચીર
મોર
મૉર
Answers
Explanation:
જોડણીભેદથી અર્થભેદ થતો હોય તેવા શબ્દો
31
માર્ચ
જોડણીભેદથી અર્થભેદ થતો હોય તેવા શબ્દો
નીચેના શબ્દોમાં ઇ-ઉ બદલાતાં અર્થ બદલાતો હોવાથી તે શબ્દોની જોડણી
દિન – દિવસ દીન – ગરીબ
દ્બિપ – હાથી દ્બીપ – બેટ
પાણિ – હાથ પાણી – જળ
અહિ – સાપ અહીં – આ સ્થળે
પુર – શહેર પૂર – રેલ
રવિ – સૂર્ય રવી – શિયાળુ પાક
વધુ – વધારે વધૂ – વહુ
વિણ – વિના વીણ – પ્રસવવેદના
સુર – દેવ સૂર – સૂરજ,અવાજ
કુંજન – ખરાબ માણસ કૂજન – મધુર ગાન
સલિલ – પાણી સલીલ – લીલાયુકત
વારિ – પાણી વારી – વારો,ક્રમ
ષષ્ઠિ – સાઠ ષષ્ઠી – છઠ્ઠી
પિન – ટાંકણી પીન – પુષ્ટ
રતિ – કામદેવની પત્ની રતી – ચણોઠી જેટલું વજન
શિલા – મોટો પથ્થર શીલા – શીલાવતી સ્ત્રી
ચિર – લાંબા કાળનું ચીર – વસ્ત્ર,ફળની ચીરી
જિત – જિતાયેલું જીત – જય
કુલ – એકંદર,કુટુંબ કલ – કિનારો
ગુણ – મૂળ લક્ષણ,માર્ક ગૂણ – કોથળો
જિન – જૈન તીર્થંકર જીન – એક પ્રકારનું ભૂત
જુઓ – દેખો જૂઓ – જૂનું બહુ વચન
દારુ – દેવદારનું લાકડું દારૂ – મદિરા
રાશિ – ઢગલો,ગ્રહ રાશી – ખરાબ
સુત – પુત્ર સૂત – સારથી,સુતર
અંગુર – રૂઝ,નવી ત્વચા અંગૂર – દ્રાક્ષ
આહુત – હોમાયેલું આહૂત – બોલાવેલું
સુરત – એક શહેર સૂરત – ચહેરો
સુરતિ – આનંદ,સુખ સુરતી – સુરતનું
ખચિત – જડેલું ખચીત – ચોકકસ
વસ્તિ – મૂત્રાશય વસ્તી – લોકસંખ્યા
સિત – સફેદ સીત – કોશ
મતિ – બુદ્ધિ મતી – બહુમતી
અવધિ – નિશ્ચિત સમય અવધી – અવધ ભાષા
પતિ – સ્વામી પતી – ક્રિયા પૂરી થઇ
કુચ – સ્તન કૂચ – સામુહિક પ્રયાસ
ઉદર - પેટ , ઉંદર - એક પ્રાણી નું નામ