પ્રશ્ન- ૧ નીચે આપેલ ફકરો વાંચો. અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો.
બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા. દર
વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઇચ્છા રહેતી, પરંતુ ગરીબીને
કારણે તે હજ કરવા જઈ શકતા ન હતા, એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ
અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુ:ખ થયું. તેઓ વિચારવા લાગ્યા -
જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત. શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર
યાદ આવતું પરંતુ તેઓ મન મારીને બેસી જતા. એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક
તેમની ઊંઘ ઊડી ગઈ. તેમને કોઈ નો અવાજ સંભળાયો. તેઓ શાંતિથી સાંભળી રહ્યા. વાત કરવાવાળા
બે ફરિતા હતા. એક ફરિતાએ બીજાને પૂછ્યું, “હે ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા
છે. શું ખુદાએ તે બધાની હજ કબૂલ કરી દીધી છે ?"
(૧) શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો?
(૨) શેખ અબ્દુલ્લાને કઈ ઇચ્છા હતી?
(૩) શેખ અબ્દુલ્લાએ કોને વાત કરતાં સાંભળ્યા?
(૪) શેખ અબ્દુલ્લા શા માટે હજમાં જોડાઈ શકતા ન હતા?
(૫) બગદાદના લોકો હજ કરવા ક્યાં જતા હતા?
Answers
Answered by
13
Gujarati
(૧) શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો?
=>બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો.
__________________________
(૨) શેખ અબ્દુલ્લાને કઈ ઇચ્છા હતી?
=> શેખ અબ્દુલ્લાને હજ કરવાની તીવ્ર ઇચ્છા હતી.
____________________________
(૩) શેખ અબ્દુલ્લાએ કોને વાત કરતાં સાંભળ્યા?
=>શેખ અબ્દુલ્લાએ બે ફરિતા ને વાત કરતાં સાંભળ્યા.
___________________________
(૪) શેખ અબ્દુલ્લા શા માટે હજમાં જોડાઈ શકતા ન હતા?
=>શેખ અબ્દુલ્લા ગરીબીને કારણે હજમાં જોડાઈ શકતા ન હતા.
_____________________________
(૫) બગદાદના લોકો હજ કરવા ક્યાં જતા હતા?
=>not given in paragraph..
Similar questions