મુદ્દા- એક સૈનિક - યુદ્ધ કેદી - કેદને બધી સગવડ છતાં દુ:ખી - કેદમાંથી મુકિત - વતનમાં પાછા ફરવું
બજાર માં જવું - પાંજરામાં પૂરેલા પક્ષીઓ જોવા - દુ:ખી થવું - પક્ષી ખરીદી મુકત કરવા - ઉપદેશ.
અથવો
Answers
સૈનિક - યુદ્ધ કેદી - કેદને બધી સગવડ છતાં દુ:ખી - કેદમાંથી મુકિત - વતનમાં પાછા ફરવું
Answer:
એક સૈનિક હતો. એક વખત તે યુદ્ધ દરમ્યાન દુશ્મનોના હાથે પકડાઈ ગયો. દુશ્મને તેણે બીજા કેદીઓની સાથે કેદમાં પૂરી દીધો. એ કેદમાં સૈનિકોને બધી જ સગવડ આપવામાં આવતી હતી. તેમણે સારો ખોરાક અને સારા કપડાં પણ આપવામાં આવતા હતા. દુશ્મનો તેમની સામે માનવતાભર્યો વ્યવહાર કરતાં હતા. અહીં તેમને શાંતિ અને સલામતીનો અનુભવ થતો હતો. આમ છતાં સૈનિક આ કેદમાં ખુશ ન હતો. તેણે કેદમાંથી બહાર જવા મળતું નહિ. આ બંન્ધનથી તે હંમેશા વેદના જ અનુભવતો હતો.
થોડા દિવસ પછી યુદ્ધ પૂરું થયું. અને બંને વિરોધી દેશો વચ્ચે સંધિ થઈ ગઈ. સંધિની શરત મુજબ બંને દેશે પોતાની કેદમાં રહેલા યુદ્ધકેદીઓને મુક્તિ આપવાની હતી. કેદમાંથી છૂટ્યા બાદ આ સૈનિકો પોતાના વતનમાં પાછા ફર્યા. તેઓ પોતાના સગાસબંધીઓ અને મિત્રોને મળવા લાગ્યા. ઘણા વર્ષો પછી તેમને હેમખેમ પાછા આવેલા જોઈને તેમના પરિવારજનો અને મિત્રો ખુશ હતા.
એક દિવસ આ સૈનિક બહાર ફરવા નીકળ્યો. ત્યાં તેણે જોયું તો એક ફેરિયો ચકલી, પોપટ, મેના જેવા પક્ષીઓને પાંજરામાં પુરીને વેચતો હતો. પંખીઓને પાંજરામાં પુરાયેલા જોઈને સૈનિકનું હદય ભરાઈ આવ્યું.
તેણે ફેરીયાને કહ્યું, ‘ભાઈ આ બધા નિર્દોષ પંખીઓને શાં માટે પાંજરામાં પૂર્યા છે? એ બિચારા કેટલા બધા દુ:ખી થતા હશે!’
ફેરિયાએ જવાબ આપ્યો, ‘ભાઈ તમારી વાત ખોટી છે. આ પક્ષીઓને જરાય દુ:ખ પડતું નથી. હું તેમને સારી રીતે ખવડાવું પીવડાવું છું.’
સૈનિકે કહ્યું, ‘ભાઈ સુખી થવા માટે માત્ર સારું ખાવા પીવાનું મળવું પર્યાપ્ત નથી. એમણે સ્વતંત્રતા ગમે છે. આ પંખીઓની જેમ મેં પણ કેદમાં રહેવાનો અનુભવ કર્યો છે. એમની વેદનાને સમજી શકું છું. આ મુંગા પક્ષીઓ બિચારા બોલી શકતા નથી.’
આમ કહી સૈનિકે તે ફેરીયાને પૈસા આપી બધા જ પાંજરા ખરીદી લીધા. અને એક એક કરીને બધા જ પક્ષીઓને આકાશમાં ઉડાડી આઝાદ કરી મુક્યા. એમણે આમ આઝાદીથી ઉડતાં જોઈ તે ખુબ જ રાજી રાજી થઈ ગયો.
Explanation:
Moral :- દરેક જીવ નો સ્વતિંત્રતા પર પૂરો હક છે