English, asked by tankneelkanth3838, 5 months ago

જો હું વડાપ્રધાન હોત તો​

Answers

Answered by shashwat05
3

Answer:

. ભૂમિકા 2. વડાપ્રધાનનાં કર્તવ્યો બાબતની મારી જાણકારી 3. વડાપ્રધાન બનવા હું શું કરીશ? 4. વડાપ્રધાન થયા પછી હું શું કરીશ? 5.ઉપસંહાર

કહેવામાં આવ્યુ છે કે તુંડે તુંડે મતિર્ભિન્ના- એ ન્યાયે પ્રત્યેકનું જીવનધ્યેય એક હોતું નથી; હોઈ શકે પણ નહિ. તે પસંદગી તો અવલંબે છે પસંદ કરનારના વય, જ્ઞાન, સ્વભાવ બુદ્ધિ અને સંયોગો પર! કોઈ ઈચ્છે છે વૈજ્ઞાનિક કે કવિ થવા, તો કોઈ ઈચ્છે કે હું ડાક્ટર કે પત્રકાર હોઉં .. તો? મન હોય તો માળવે જવાય. માનવમાત્રમાં કઈક બનવાની મહત્વાકાંક્ષા તો હોય છે. મારે નથી થવું વિમાની કે સૈનિક! પરંતુ લોકકલ્યાણના ઝંડો ફરકાવનાર આદર્શ પ્રધાનમંત્રીની મારી કલ્પનાથી તમને હસવું આવશે. એ ખૂબ સાચી હકીકત છે કે પ્રધાનમંત્રી થવું આજના જમાનામાં કપરું કામ છે. પ્રધાનમંત્રી થવા માટે તો જોઈએ- અસાધારણ પ્રતિભા, જ્ઞાન, લોકસેવા અને લોકપ્રિયતા.

Similar questions