આંખનો રંગ ભૂરો કે કાળું શાને લીધે છે
Answers
Answer:
આંખ એ સજીવનું જોવા માટેનું અંગ છે. આંખને નેત્ર, નયન, નેણ, લોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. આંખો પ્રકાશને ઓળખી તેનું ન્યુરોન્સમાં થતા ઈલેક્ટ્રોકેમિકલ ઈમ્પલ્સમાં રૂપાંતર કરે છે. ખૂબ જ સાદા ફોટોરિસેપ્ટર્સ પ્રકાશને જાગૃત દ્રશ્યમાં થતા હલનચલન સાથે જોડે છે. ઉચ્ચ કક્ષાનાં ઓર્ગેનિઝમ્સમાં આંખ એક કોમ્પલેક્ષ સિસ્ટમ છે જે આસપાસથી પ્રકાશ ભેગો કરી તેની તીવ્રતાને રેગ્યુલેટ કરી; સ્થિતિસ્થાપક લેન્સીસનાં આયોજન વડે કેન્દ્રિત કરી ચિત્ર બનાવે છે; આ ચિત્રનું ઈલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરી મગજને આંખની ઓપ્ટીક નર્વ સાથે જોડતાં કોમ્પલેક્ષ ન્યુરલ માર્ગો દ્વારા મગજનાં વિઝ્યુઅલ કોર્ટેક્ષ અને બીજા ભાગોમાં મોકલાવે છે. પ્રકાશનાં ચિત્રીકરણની ક્ષમતા ધરાવતી આંખો મુખ્યત્વે દસ પ્રકારની છે અને ૯૬% પ્રાણીસૃષ્ટિ સંકુલિત દ્રષ્ટિ યોજના ધરાવે છે.
સાદામાં સાદી આંખો, જેમ કે સુક્ષ્મજીવોની આંખો પ્રકાશની હાજરી અથવા અંધકાર આ બે જ સ્થિતિ ઓળખી શકે છે. આટલી માહિતી તેમની રાત અને દિવસ સાથે જીવનનો તાલ મેળવવા માટે પૂરતી છે. વધુ કોમ્પલેક્ષ આંખો તેમનાં રેટીનલ ફોટોસેન્સિટીવ ગેન્ગલીયન કોષો દ્વારા રેટીનોહાઈપોથાલ્મીક માર્ગનો ઉપયોગ કરી સુપ્રાકીયાસ્માટીક ન્યુકલી ને રાત અને દિવસનાં ચક્ર વિષે માહિતી પહોંચાડે છે.
આંખની રચના આંખનો આકાર દડા જેવો છે જે આગળના ભાગમાં ઉપસેલો છે . દડાના 3 લેયર – થર છે। સૌથી બહારનો સફેદ ભાગ સ્ક્લેરા કહેવાય અને તે અપારદર્શક છે ફક્ત આગળના ઉપસેલા ભાગમાં એની જગ્યાએ છે પારદર્શક એવું કોર્નિયા . વચ્ચેના લેયર – કોરોઈડ માં રક્તવાહીની હોય છે . તે આગળના ભાગમાં એક રંગીન પડદા – આઈરીસ સાથે જોડાય છે . આઈરીસ નો રંગ આંખ ને સુંદરતા આપે છે – કાળી, માંજરી, ભૂરી, લીલી વગેરે . આઈરીસ માં વચ્ચે એક કાણું છે – જેને કીકી કે પ્યુપીલ કહેવાય અને તે નાનું મોટું થઇ શકે છે . સૌથી અંદરનું લેયર રેટિના કહેવાય છે . દડા ની અંદરના પોલાણ માં આગળના ભાગમાં છે લેન્સ – કાચ . કોર્નિયા અને લેન્સ ની વચ્ચે છે એક્વીયસ હ્યુમર અને લેન્સની પાછળ છે વીટ્રીયસ . રેટિનામાંથી મગજને સંદેશ પહોચાડે તે નસ છે ઓપ્ટિક નર્વ .