આંજણી મટાડિા ટપાલીએ કઈ સલાહ આપી?
Answers
Answer:
એક નિર્દોષ રોગ છે ‘આંજણી’. આ નામમાં જો સંધિ છુટી પાડો તો આંજ + અણી . આંખમાં કોઈ અણીદાર વસ્તુ આંજી હોય એવી વેદના કરાવનાર વ્યાધિ એટલે આંજણી.. આ રોગની ખાસિયત એવી છે કે જેને થાય એને એ આર્થિક લાભ કરાવે એવી માન્યતા પરાપૂર્વકાળથી ચાલી આવે છે. આંખ પર થતી નાની અમથી ફોડકી ચમરબંધીઓને રડાવી નાખે એવી હોય. થાય એને જ ખબર પડે કે કેવી લાહ્ય બળે ..વારે વારે ખંજવાળવાની અસહ્ય ઈચ્છા થાય પણ કેટકેટલો સંયમ રાખવો પડે. આંજણીને એટલી જ ખબર હોય છે કે એણે આંખ પર જ થવાનું છે. એ અબુધને આંખના ઉપરનાં પોપચાં પર થવાનું છે કે નીચેની બાજુ થવાનું છે એ વિશે સ્થળ-ભાન હોતું નથી એટલે એ ગમે ત્યાં ફૂટી નીકળે. શરૂઆતમાં જરા જરા લાહ્ય બળે છે કે કંઈક ખુંચે છે એવી લાગણી થાય એટલે આંજણીમાલિક વારેવારે આંખ પર હાથ લગાડે અથવા આંખ ધોઈને રાહત મેળવવાનો પ્રયત્ન કરે ને આંજણીએ માલિકને પરેશાન કરવાની હઠ સાથે જ અવતાર ધર્યો હોય એટલે થઈને જ રહે.