એક વિધવા -એકના એક પુત્રનું અવસાન -આઘાત – પુત્રના શબને સ્મશાનને લઈ જવાનો વિરોધ -એક સજજને તેને ભગવાન બુધ્ધ પાસે જવાની સલાહ આપી – પુત્રને સજીવન કરવાની ભગવાન બુધ્ધ પાસે સ્ત્રીની આજીજી -ભગવાન બુધ્ધનું આશ્વાસન -જે કુટુંબમાં કોઈ કડી માર્યું ન હોય એવ ઘેરથી મુઠ્ઠી રાઇ લઈ આવવા કહેવું -સ્ત્રીનું નગરમાં ફરવું -નિરાશા -બોધ .
Answers
વાર્તા નીચે લખવામાં આવી છે:
શીર્ષક: એક મુઠ્ઠી રાય
ત્રિલોકનગરમાં એક વિધવા બાઈ રહેતી હતી. તેનો એકનો એક પુત્ર તેના હૈયાનો હાર હતો.
એક દિવસ તેના પુત્રનું અવસાન થાય છે. વિધવા બાઈને ઘણો આઘાત લાગે છે. તેનાથી હકીકત સ્વીકારાતી જ નથી. પુત્રના શબને સ્મશાને લઇ જવા આવેલા લોકોનો પણ તે વિરોધ કરી પુત્રના શબને હાથ પણ લગાડવા નથી દેતી.
એક સજ્જનને તેના પર તરસ આવી અને તે વિધવા બાઈને ભગવાન બુધ્ધ પાસે જવાની સલાહ આપે છે. તે સ્ત્રી તરત જ ભગવાન બુધ્ધ પાસે પહોંચી પોતાના પુત્રને સજીવન કરવાની આજીજી કરે છે.
ભગવાન બુધ્ધ તેને આશ્વાસન આપતા કહે છે, "હું તારા પુત્રને સજીવન તો કરી શકું છું. પણ એના માટે મારે એવા ઘરની એક મુઠ્ઠી રાય જોઈશે જેના ઘરમાં કોઈ અવસાન ન પામ્યું હોય. રાય લઇ આવ, એટલે હું પુત્રને સજીવન કરી આપીશ."
સ્ત્રી આખા નગરમાં રાય લેવા માટે ફરે છે. રાય તો આપવા સૌ કોઈ તૈયાર હતું. પણ એવું કોઈ ઘર આખા નગરમાં ન મળ્યું જે ઘરમાં કોઈ અવસાન ન પામ્યું હોય. તે સ્ત્રી નિરાશ થાય છે, પણ તેને ભગવાન બુઘ્ધની વાત સમજાઈ જાય છે.
બોધ: જે જન્મ લે છે, તેનું એક દિવસ મૃત્યુ થવાનું જ છે. તેને કોઈ ટાળી શકતું નથી.
Explanation:
See the above answerrrr
