એક લુચ્ચો દુકાનદાર - કરિયાણાની દુકાન - એક ગ્રાહક - ખાંડ ખરીદવી - દુકાનદારનું ઓછું તોલવું -
ગ્રાહકની ફરિયાદ - દુકાનદારનો જવાબ – વધારે વજન ઊંચકવું નહિ પડે,'- ગ્રાહકે ઓછ| પૈસા ચૂકવવા -
પૂરી
પૈસા
ચૂકવવા દુકાનદારની માંગણી - ગ્રાહકનો જવાબ - વધારે પૈસા ગણવા નહિ પડે.” - બોધ .
Answers
Answered by
35
શીર્ષક: જેવા સાથે તેવા
એક સમયની રાવપુરા ગામની વાત છે. ત્યાં એક લૂચ્ચો દુકાનદાર રહેતો હતો. પૈસાથી તે કદી ધરાતો ન હતો.
તેને કરિયાણાની દુકાન હતી. ધંધામાં પણ ગ્રાહકો સાથે તે છેતરપિંડી કરતો.
એક દિવસની વાત છે. એક ગ્રાહક ખાંડ ખરીદવા માટે આવે છે. દુકાનદાર પોતાની આદત પ્રમાણે ખાંડ ઓછી તોલે છે. ગ્રાહકની નજર પડતાં તે ફરિયાદ કરે છે. ત્યારે તે દુકાનદાર કહે છે, "આ તો તમારા ભલા માટે મે કરું છું. તમારે વધારે વજન ઊંચકવું નહિ પડે."
ગ્રાહક પણ હોશિયાર હતો. તે ઓછા પૈસા ચૂકવે છે. દુકાનદાર પૂરા પૈસા ચૂકવવા માટે માંગણી કરે છે. ત્યારે ચતુર ગ્રાહક જવાબ આપે છે, "આ તો મે તમારા ભલા માટે કરું છું. તમારે વધારે પૈસા ગણવા નહિ પડે."
આમ, જેવાને તેવા મળી જ રહે છે.
બોધ:
આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે કોઈની સાથે છેતરપિંડી કરવી નહિ. શેરને સવા શેર મળે જ છે.
Answered by
2
may be it will be help u...........
Attachments:
Similar questions