લોકસભાની રચના કેવી રીતે થાય છે ?
Answers
Answer:
પ્રજાસત્તાક ભારતની સંસદ (સામાન્ય રીતે તે ભારતીય સંસદ તરીકે ઓળખાય છે) એ પ્રજાસત્તાક ભારતમાં કાયદા ઘડનારી સર્વોચ્ચ સભા છે. માત્ર સંસદ જ કાયદા ઘડવા અંગે સર્વોપરીતા ધરાવે છે અને તેથી ભારતમાં તમામ રાજકીય માળખા પર તેની અંતિમ સત્તા રહેલી છે.
સંસદમાં ઉપલું ગૃહ, રાજ્યસભા અને નીચલું ગૃહ, લોકસભા સાથે બે ગૃહો છે. બંને ગૃહો નવી દિલ્હીમાં સંસદભવનમાં (સામાન્ય રીતે સંસદ માર્ગ તરીકે જાણીતું છે) જુદાં જુદાં ખંડોમાં મળે છે. બંને ગૃહના સભ્ય સામાન્ય રીતે સંસદ સભ્ય અથવા એમપી(MP) તરીકે ઓળખાય છે. લોકસભાના સંસદસભ્યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે અને રાજ્યસભાના સંસદસભ્યો, રાજ્ય વિધાનસભાઓના સભ્યો દ્વારા અનુપાતિક મતદાનથી ચૂંટાય છે. સંસદ 802 સંસદ સભ્યો ધરાવે છે, જેઓ દુનિયામાં સૌથી વધારે લોકતાંત્રિક મતદાતાઓને અને દુનિયાના તમામ દેશોમાં સૌથી વધુ પાર-રાષ્ટ્રીય લોકતાંત્રિક મતદાતાઓને (2009માં 714000000 લાયક મતદાતાઓ) સેવા આપે છે.[૧][૨]
લોકસભાના 552 માંથી, 530 સભ્યો રાજ્યમાં પ્રાદેશિક મતદાર ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે, 20 કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, આમ આ રીતે સંસદ કાયદા અનુસાર પસંદગી કરી શકે છે. આ સભ્યો 5 વર્ષ સુધીની અવધિ માટે, જ્યાં સુધી સામાન્ય ચૂંટણીઓ યોજાય નહીં ત્યાં સુધી સેવા આપે છે. 2 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સંસદની બેઠકો રાજ્યોની વચ્ચે એવી રીતે વહેંચી દેવામાં આવે છે કે રાજ્યોની સંખ્યા અને જનસંખ્યા વચ્ચેનો ગુણોત્તર, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દરેક રાજ્ય માટે એકસમાન રહે.
રાજ્યસભાના 250 સભ્યો એક સાથે નહી પરંતુ જુદા જુદા અંતરાલમાં 6 વર્ષની અવધિ સુધી સેવા આપે છે. આ સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને આ સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સામાજિક સેવાનાં ક્ષેત્રો સાથે સંકળાયેલી, વિશેષ જ્ઞાન ધરાવતી અથવા વ્યવહારિક અનુભવ ધરાવતી વ્યક્તિઓ હોઈ શકે છે. રાજ્યસભાના 238 સભ્યો, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે, જેમને એકલ સંક્રમણીય મત(સિંગલ ટ્રાન્સફરેબલ વોટ) દ્વારા અનુપાતિક પ્રતિનિધિત્વ પ્રણાલી અનુસાર, રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. દર બે વર્ષે, રાજ્યસભાના લગભગ એક તૃત્યાંશની ચૂંટણી એક સમયે કરવામાં આવે છે.
Explanation: