India Languages, asked by manthan1655, 6 months ago

સ્વાસ્થ્ય નું મહત્વ નિબંધ​

Answers

Answered by aemidhola1411
3

Answer:

Explanation:

આપણું સારૂ સ્વાસ્થ્ય જ આપણી સૌથી મહામૂલી મૂડી છે, જે આપણને નીરોગી તન અને જીવનની દરેક કસોટીઓને પાર કરી શકે તેવું મન આપી શકે છે. સ્વાસ્થ્યની પરિભાષા સમયાંતરે બદલાતી રહી છે. એક સમય હતો જ્યારે સ્વાસ્થ્ય વિચાર સમગ્ર અસિતત્વને ધ્યાનમાં લઈને કરવામાં આવતો હતો. ત્યારપછી માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને અવગણીને ફક્ત શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત થયું અને તેના કટુ પરિણામો પણ સમગ્ર વિશ્વએ જોયા. ઈ.સ. 1946માં વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને, સ્વાસ્થ્યને, “સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે ફક્ત રોગ અથવા નબળાઈની ગેરહાજરી નહી, પરંતું સંપૂર્ણ શારીરિક, માનસિક, ભાવાનાત્મકઠ અને સામાજિક સુખાકારીની સ્થિતિ ” કહીને પરિભાષિત કર્યું. .

સ્વાસ્થ્યએ સતત પરિવર્તિત થતી પરિસ્થિતિ છે. શારીરિક રીતે સ્વસ્થ દેખાતો માણસ માનસિક રીતે બીમાર હોઈ શકે અથવા તો કદાચ શારીરિક અને માનસિક રીતે સંતુલિત વ્યક્તિ તેના ભાવનાત્મક અસંતુલનના કારણે સામાજિક સંબંધો જાળવવામાં નિષ્ફળ સાબિત થઈ. તેના પોતાના તેમજ સમાજના કુલ સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પાડી શકે. આથી જ સ્વાસ્થ્યના દરેક પાસાની નિયમિત સંભાળ તેમ જ તપાસ સ્વસ્થ જીવન તેમ જ સુદ્ઢ સમાજ-વ્યવસ્થાનું એક અગત્યનું પરિબળ છે. .

ઉંમરના દરેક તબક્કામાં શારીરિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ જુદીજુદી હોય છે. મોટા અકસ્માત અથવા આપત્તિજનક ઘટનાની ગેરહાજરીમાં શારીરિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ ધીર-ધીરે બદલાય છે. પંરતુ શરીર જ્યારે ઘરડું થાય ત્યારે તે વધારે સાર-સંભાળ માંગે છે. આ થયો યુવાવસ્થા અને ઘડપણનો શારીરિક સ્વાસ્થ્યનો હિસાબ. માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું પણ કંઈક આવું જ છે. આપણાં સુધી પહોંચતી માહિતીઓ, તેનું પૃથ્થકરણ કરવાની આપણી રીતો, રૂઢીગત માન્યતાઓ, કોઈપણ સંજોગો અથવા પરિસ્થિતિ પરત્વે ચોક્કસ પ્રતિભાવના સંસ્કાર જેવી ઘણી બધી બાબતો આપણા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને હરપલ બદલતી રહે છે. આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને નિયમિત સ્વાસ્થ્ય ચકાસણી માટેની માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે. .

સામાન્ય રીતે જોવા મળતા ”હેલ્થ ચેક-અપ” પ્લાન્સમાં ઉંમર અથવા જીવનશૈલીની અનિયમિતતાથી ઉદભવતા વિકારોને લગતા રોગો જેમકે મધુપ્રમેહ, હૃદયરોગ, હાડકાંને લગતા રોગ કે પછી મેટાબોલિક ડિસઓર્ડરનું નિદાન અથવા નિર્દેશ થતો હોય છે. .

આ આખીય વાતને સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો નોંધપાત્ર તથ્ય એ છે કે મહદઅંશે દરેક વ્યક્તિની શારીરિક તેમજ જૈવિક વય જુદી જુદી પરિસ્થિતિઓના કારણે અલગ-અલગ હોય છે. વ્યક્તિનું આનુવંશિક માળખું તેમજ બાહ્ય પરિસ્થિતિઓનો પ્રભાવ આમાં અગત્યનો ભાગ ભજવે છે. તેનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિ માટે રોગવિકારનું જોખમ પણ અલગ અલગ હોય છે. આ જ કારણે આપ અસરકારક અને અર્થપૂર્ણ સ્વાસ્થ્ય તપાસ કરાવવા માંગતા હોવ તો તેમાં આપનો તથા આપના કુટુંબનો સ્વાસ્થ્ય સંબંધિત ઈતિહાસ(ફેમિલિ હિસ્ટ્રી), મુખ્ય આદતો વિશેની જાણકારી, કુટેવો વિશેની નોંધ તેમ જ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત માહિતીને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેક-અપના ઘટકો નક્કી કરવા જરૂરી બને છે. યાદ રાખો, પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપના પરામર્શ વખતે ખોરાક પ્રણાલી, રોજ-બરોજની જિંદગીમાં વ્યાયામનું પ્રમાણ, કામની વ્યસ્તતા અને વાતાવરણ પણ અગત્યનો ભાગ ભજવે છે..

બીજા શબ્દોમાં કહીએ તો પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ એ જોખમ આધારીત તપાસ (Risk Based Assesment) છે અને વિશેષ કિસ્સાઓમાં આનુવંશિક જોખમનું મૂલ્યાંકન કરવાની જરૂર પડી શકે છે. તેથી જ હવે જ્યારે આપ આપના આરોગ્યની ચકાસણી માટે જાઓ ત્યારે અચૂક ધ્યાન રાખશો કે, સૂચિત પ્લાન આપની જોખમ આકારણીને બંધબેસતો હોય. જો આમ નહીં હોય તો તેનું ભાગ્યેજ કોઈ મહત્વ રહેશે અથવા તો તે આપના સ્વાસ્થ્ય લક્ષ્યાંકોને સર કરવા મદદ કરી શકશે. .

અન્ય અગત્યની વાત એ છે કે સ્વાસ્થ્ય ચકાસણીની અર્થપૂર્ણતા તો જ રહે છે કે જ્યારે આપણે આગોતરી જાણકારી ધ્યાનમાં રાખીને રોગને આવતો અથવા ફેલાતો અટકાવાના સુસંકલિત પગલાંઓ લઈએ. આ સિવાય આપણે કેટલિક રોગ નિવારક પધ્ધતિઓ જેવી કે રોગ પ્રતિરોધક રસીઓ કે જીવનશૈલીના આરોગ્યપ્રદ ફેરફારો પણ અપનાવી શકીએ. .

અંતે, જ્યારે આપની શારીરિક સ્વાસ્થ્ય ચકાસણીનું પરિણામ ”સબ સલામત” આવે ત્યારે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પરત્વે પણ દુર્લક્ષ્ય ન સેવી તેને વધારે સુદ્ઢ કરવાના પગલાં લઈ સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદરૂપ થઈએ !!.

સામાન્ય રીતે જોવા મળતા ”હેલ્થ ચેક-અપ” પ્લાન્સમાં ઉંમર અથવા જીવનશૈલીની અનિયમિતતાથી ઉદભવતા વિકારોને લગતા રોગો જેમકે મધુપ્રમેહ, હૃદયરોગ, હાડકાંને લગતા રોગ કે પછી મેટાબોલિક ડિસઓર્ડરનું નિદાન અથવા નિર્દેશ થતો હોય છે.

l hope it can be helpful to you...

Thank you...

Similar questions