ભારતમાં આર્થિક વૃદ્ધિનો દર અહેવાલ રજૂ કરનાર સંસ્થા કઇ છે?
Answers
Explanation:
કેન્દ્રીય નાણા અને વાણિજયિક બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2019-20નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ 2019-20ની મહત્વની વિશેષતાઓ નીચે મુજબ છે
સંપત્તિનું નિર્માણ : અદ્રશ્ય સહયોગને મળ્યો વિશ્વાસનો સહકાર
આર્થિક ઈતિહાસનાં ત્રણ ચતુર્થાંશ સમયમાં ભારતનું વૈશ્વિક સત્તા તરીકેનું પ્રભુત્વ અહીં આપમેળે પ્રગટ થાય છે
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કોઇપણ અર્થતંત્રમાં કિંમતોની ભૂમિકા પ્રસ્થાપિત કરે છે.
ઐતિહાસિક સંદર્ભમાં જોઈએ તો ભારતનું અર્થતંત્ર બજારના અદ્રશ્ય હાથ ઉપર આધાર રાખતું હતું અને તેમાં વિશ્વાસનો સહયોગ હતો:
બજારનો અદ્રશ્ય સહયોગ આર્થિક વ્યવહારોના ખૂલ્લાપણામાં પ્રતિબિંબીત થાય છે.
વિશ્વાસનો સહયોગ નૈતિક અને મનોવૈજ્ઞાનિક પરિમાણોને રેખાંકિત કરે છે.
ઉદારીકરણ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર આર્થિક મોડેલ અને પરંપરાગત વિચારધારાનો પ્રચાર એમ બંનેને સહયોગ આપતું હતું.
ભારતની જીડીપીમાં ભારે વધારો અને ઉદારીકરણ પછી માથાદીઠ જીડીપી વચ્ચે સંપત્તિ નિર્માણનો યોગાનુયોગ છે.
અદ્રશ્ય સહયોગને પૂરક બને તે માટે વિશ્વાસના સહકારની જરૂરિયાત રહે છે તેવું વર્ષ 2011-13માં નાણાંકિય ક્ષેત્રના દેખાવ પરથી જણાય છે.
સર્વેક્ષણમાં એવી ધારણા રાખવામાં આવી છે કે ભારતે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની મહત્વાકાંક્ષા મુખ્યત્વે નીચે દર્શાવેલી બાબતો પર આધાર રાખશે: