Geography, asked by kr8075065, 4 months ago

જ્યોતિબા ફુલે ટુંક નોંધ સમજાવો.​

Answers

Answered by Anonymous
4

Answer:

મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી: जोतीबा गोविंदराव फुले) (૧૧ એપ્રિલ ૧૮૨૭ — ૨૮ નવેમ્બર ૧૮૯૦) એક વિચારક, સમાજસુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા. તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો. આ સિવાય શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી. તેમણે ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.[૧]

Answered by Anonymous
0

Answer:

I hope answer is helpful to us

Attachments:
Similar questions