જેઠી માં નું પાત્રા લેખન કરો
Answers
Explanation:
રંગાટ અને વણાટકામનું કારખાનું દીવ બંદરે ઊભું કરનાર , જેઠીબાઈનું વતન કચ્છ - માંડવી હતું . દીવ બંદરેથી એમના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ જતો અને વેચાતો . ઉચ્ચ કક્ષાની રંગાટકળાને લીધે રંગાટ અને વણાટકામનું કારખાનું દીવ બંદરે ઊભું કરનાર હાબાઈનું વતન કચ્છ - માંડવી હતું . દીવ બંદરેથી એમના કારખાનાનો એમના કારખાનાનો ખૂબ વિકાસ થયો હતો . જેઠીબાઈ કારખાનાના તમામ કામદારો પર માતા જેટલું જ વહાલ રાખતાં હતાં . મરણપથારીએ પડેલા કાનજીને એના દીકરાની ચિંતા કાળજાને કોરી ખાતી હતી . જેઠીબાઈએ એના દીકરાની જવાબદારી લીધી . જેઠીબાઈએ કાનજીના અંતરના ઉત્પાતને શમાવી દીધો . કાનજીનું મત્યુ થતાં સમયસૂચકતા વાપરીને જેઠીબાઈએ કાનજીના મૃત્યુની વાત પડદો પાડી દીધો . એ જ રાત્રે કાનજીના પુત્ર પમાનાં એક બીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધાં . પછી પોલીસપાર્ટીને સાથે લઈને આવેલા પાદરીઓનો એક વીરાંગના બની સામનો કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી , એ તો ક્યારનોય પરણી બેઠો છે . જેઠીબાઈનું રણચંડી જેવું રૂપ જોઈ સૌ પાછા ફર્યા . જેઠીબાઈએ પોર્ટુગીઝ સરકારનો જુલમી કાયદો રદ કરાવવા તેના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરાવી , તેને મોટી રેશમી ઓઢણી પર મોટા અક્ષરોમાં છપાવી . તેઓ પોર્ટુગલ ગયાં , પોર્ટુગલની રાણી ડૉન લ્યુઝાને મળ્યાં , હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની ઓઢણી રાણીને ભેટ કરી . રાણીએ અરજી વાંચી . એમણે જેઠીબાઈને કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો . તે દિવસથી જેઠીબાઈની ઓઢણી – ‘ પાન જેઠી’નું નામ વિખ્યાત બની ગયું . કચ્છ - માંડવીનાં એક અભણ જેઠીબાઈ એક અદ્ભુત કાર્ય કરીને અમર બની ગયાં .
HØPÊ IT HÈLPẞ YOU