પૂરના પાણી ની ઝડપે દોડનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો *
Answers
Explanation:
અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
આકાશ અને ધરતી મળે તે રેખા – ક્ષિતિજ
આકાશના પદાર્થોનું નિરીક્ષણ કરનારી શાળા – વેધશાળા
આકાશમાં ફરનાર – ખેચર
આંખ આગળ ખડું થઇ જાય તેવું – આબેહૂબ
ઉપકાર ઉપર અપકાર કરનાર – કૃતઘ્ન
એક ચીજ આપીને બીજી લેવી તે – વિનિમય
એક જ માતાના પેટે જન્મેલ – સહોદર
એકબીજામાં ભળી ગયેલ – ઓતપ્રોત
એકહથ્થુ સત્તાવાળો વહીવટ – સરમુખત્યારશાહી
કદી પણ ન બની શકે તેવું – અસંભવિત
કરેલા ઉપકારને જાણનાર – કૃતજ્ઞ
કવિઓનું સંમેલન – મુશાયરો
કામ કર્યા વગર બદલો મેળવનાર – હરામખોર
કામધંધા વગરનો – બેરોજગાર
કુદરતી ઉપચાર દ્રારા રોગ નિવારણની પધ્ધતિ – નિસર્ગોપચાર
કોઇની સાથે તુલના ન થાય તેવું – અનુપમ, અપ્રિતમ
કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું – અનુપમ
ગામનો વહીવટ કરનારી સંસ્થા – ગ્રામપંચાયત
ગાયોને રાખવાની જગ્યા - ગૌશાળા
ચોમાસું પાક – ખરીફ પાક
છૂપી રીતે દાન કરવું તે – ગુપ્તદાન
જન્મથી પૈસાદાર – ગર્ભશ્રીમંત
જરૂર જેટલું ખાનાર – મિતાહારી
જીતી ન શકાય તેવું - અજેય
જે પત્ની મેળવી શક્યા નથી તે - વાંઢો
જેણે તહોમત મૂક્યું છે તે – વાદી, ફરિયાદી
જેના ઉપર તહોમત મુકાયુ છે તે – પ્રતિવાદી, આરોપી
જેનામાં દોષ નથી તે – નિર્દોષ
જેની ત્રણ બાજુ પાણી હોય તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક
જેનો મોલ ન હોય તેવું – અણમોલ
જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર – અક્ષયપાત્ર
ઝીણી વસ્તુઓને દેખાડનાર – સૂક્ષ્મદર્શક
ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
તિથિ નક્કી કર્યા વિના આવનાર – અતિથિ
ત્રણ કલાકનો સમય – પ્રહર
દિવસનો કાર્યક્રમ – દિનચર્યા
દેખાતો પાણીનો આભાસ – મૃગજળ
ધર્મ કે સ્વદેશને ખાતર પોતાનું બલિદાન દેનાર – શહીદ
પકડેલી વાતને નહિ છોડનાર – જિદ્દી
પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – સુવર્ણ મહોત્સવ
પચ્ચીસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – રજત મહોત્સવ
પથ્થર પર કોતરેલો લેખ – શિલાલેખ
પહેલાં કદી ન બન્યું હોય તેવું – અપૂર્વ
પોતાના વખાણ પોતે કરવાં તે – આત્મશ્લાઘા
બે જણાને લડાવી મારવાનું કામ – નારદવેડા
મટકું માર્યા વગર – અનિમેષ
મનને હરી લે તેવું – મનોહર
મરણ વખતનું ખતપત્ર – વસિયતનામું
રથ ચલાવનાર માણસ – સારથિ
લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ , તખલ્લુસ
વરઘોડામાં આવેલા માણસો – સાજન
વિધાર્થીઓને રહેવાનું સ્થળ – છાત્રાલય
વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું – અજરાઅમર
શિયાળું પાક – રવી પાક
શું કરવું કે કહેવું ન સૂઝે તેવું – દિગ્મૂઢ
સચોટ અસર થાય તેવું – રામબાણ
સહન ન થાય તેવું – અસહ્ય
સાચવવા આપેલી વસ્તુ – થાપણ
સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – હીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
સાથે સફર કરનાર – હમસફર
સારાનરસાને પારખવાની બુધ્ધિ – વિવેકબુધ્ધિ
સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – શતાબ્દી મહોત્સવ
સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર – ખાંભી, પાળિયો
હું ઊતરતો છું એવો ભાવ હોવો – લધુતાગ્રંથિ