India Languages, asked by eshatailor19, 1 month ago

જેઠીબાઇના કારખાનાનો માલ કયા-કયા દેશમા જતો હતો​

Answers

Answered by adprasad
0

Explanation:

દીવની શેરીઓમાં સવારનો તડકો આળોટતો હતો ત્યાં એક કારખાનામાંથી પ્રાણપોકનો કંપાવી દેતો અવાજ આડોશપાડોશમાં પથરાઈ ગયો

દીવની શેરીઓમાં સવારનો તડકો આળોટતો હતો ત્યાં એક કારખાનામાંથી પ્રાણપોકનો કંપાવી દેતો અવાજ આડોશપાડોશમાં પથરાઈ ગયો. નમાયો તો હતો જ, પણ પિતાના અવસાનથી એક ૧૪ વર્ષનો છોકરો અનાથ બની ગયો હતો. બધાને ડર હતો કે હમણાં જ સરકારી પલટન આવી પહોંચશે અને છોકરાને લઈ જઈ જબરદસ્તીથી વટલાવી નાખશે.

દીવમાં એ વખતે પોર્ટુગીઝ શાસન હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. સત્તરમાં સૈકાનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. બીજી તરફ કચ્છમાં મહારાઓ શ્રી ભારમલજી સિંહાસને બિરાજમાન હતા.

એ સમયે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા દીવ બંદરના, રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં, પત્નીના સ્વર્ગવાસ પછી કાનજી નામનો એક કચ્છનો કારીગર

પારકા પ્રદેશમાં પેટનો ખાડો પૂરવા આવેલા કારીગરોને માતાની ખોટ ‘જેઠીમા’ પૂરી પાડતાં હતાં.

જેઠીમા અને તેમના પતિ પંજુ ખત્રીએ માંડવીથી ઊપડીને દીવમાં રંગાટ અને વણાટકામનું મોટું કારખાનું ઊભું કર્યું હતું. ભારતના રંગાટકામના હુન્નરમાં કચ્છનો ફાળો વિશેષ હતો. જામ રાવળના સમયમાં કચ્છથી જામનગર ગયેલા હિંદુ ખત્રીઓએ રંગાટકળાને ખૂબ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એકઅવાજે વખણાતું હતું, પરંતુ જેઠીબાઈએ તો દૂર-દૂર દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી તેમના કારખાનાનો માલ પુષ્કળ પ્રમાણમાં પરદેશ જતો હતો. યુરોપ, ઈરાન અને જંગબાર-મોઝામ્બિક સુધી તેમના કારખાનાના માલની ખપત હતી. ઉચ્ચ કક્ષાની રંગાટકળાના કારણે તેમના કારખાનાનો વિકાસ વધુ ને વધુ થતો જતો હતો.

એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ દ્વારા ધર્મપરિવર્તનની વટાળ પ્રવૃત્તિ મોટા પાયા પર અને પુરજોશમાં ચાલી રહી હતી. દીવના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના બનાવવામાં આવ્યા હતા. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર બની જાય તો તેનો કબજો લઈને તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેની માલ-મિલકતો જપ્ત કરી લેવી! આ કાયદાએ દીવની જનતામાં ફફડાટ પેદા કરી દીધો હતો.

એ સ્થિતિમાં આઠ દિવસથી બીમાર કાનજીનો જીવ ડચકાં ખાઈ રહ્યો હતો, કેમે કરી જીવ નીકળતો નહોતો. ઢળતી રાતે કાનજીના જીવને રૂંધાતો જોઈને જેઠીમા તેને આશ્વાસન આપતાં કહી રહ્યાં હતાં, ‘કાનાભાઈ, તું તારા જીવને ગતે કર! તારે જે કહેવું હોય એ કહી દે! તારો જીવ કેમ અકળાય છે?’

ત્યારે કાનજીએ બાજુમાં ઊભેલા દીકરા પમા તરફ અંગૂલિનિર્દેશ કર્યો. જેઠીમા તરત તેની વાત સમજી ગયાં અને કાનાના પુત્રનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘કાના, હું તને વચન આપું છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં! તેના ધર્મને વટલાવા નહીં દઉં. આજથી આ દીકરો તારો નથી, પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર.’

જેઠીમાના આ શબ્દોએ કાનજીના અંતરના ઉત્પાતને શમાવી દીધો. તેનો તરફડતો આત્મા શાંત થઈ ગયો અને તેણે પ્રાણ ત્યજી દીધા. પેલી પ્રાણપોક તેના મૃત્યુ પછીની હતી ! હવે ખેલ ખરાખરીનો હતો. કાનજીના અવસાનની વાત જો પ્રસરી જાય તો તરત જ પાદરીઓ અને પોલીસનો ધસારો આખા કારખાનાને ઘમરોળી નાખે એમ હતું. જેઠીબાઈએ સમયસૂચકતા વાપરીને કાનજીના મૃત્યુ પર પરદો પાડી દીધો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યાં. તેમણે કાનજીના મૃતદેહને કારખાનાથી બહાર કાઢવાની ના પાડી દીધી એટલું જ નહીં, એ અનાથ છોકરાના તરત જ લગ્ન કરી નાખવાનો નિર્ણય પણ લઈ લીધો જેથી છોકરાનો કબજો સરકાર ન લઈ શકે અને ધર્મના વટાળથી પણ બચાવી શકાય. તેમણે પોતાના એક સંબંધીને બોલાવીને કહ્યું, ‘જો તે પોતાની પુત્રી કાનજીના છોકરા સાથે પરણાવે તો મોટા ધર્મસંકટમાંથી બચી જવાય.’

Similar questions