તમે જંગલ ને બચાવવા માટે શું કરશો
Answers
વન – જંગલો કાપતા અટકાવો “જંગલને બચાવો, જંગલ તમને બચાવશે !” આવા તો કેટલાય વાક્યો આપણે સાંભળ્યા હશે. પણ એનું સાચી રીતે પાલન કરે છે કોણ ? ભારત ભરમાં જંગલ ઝડપથી ઘટી રહ્યા છે.
જંગલમાંથી લાકડા કાપવા માટે જંગલોનો પુર ઝડપે વિનાશ થઇ રહ્યો છે. માનવી પોતાના સ્વાર્થ માટે કુદરતી જંગલોનો નાશ કરી રહ્યો છે. જંગલો કાપવાથી ભારતમાંથી ૧૩૦ જેટલી પ્રજાતી એક વર્ષમાં નાશ પામે છે. જંગલો કપાવવાને લીધે વન્ય જીવોને ઘણી રીતે નુક્સાન થાય છે. આના કારણે જ આપણે જ જંગલોમાં રહેતા એવા કેટાલાય વન્ય જીવો છે જે હવે લુપ્ત થઇ ગયા છે કાંતો લુપ્ત થવાની તૈયારીમાં છે. ઉપગ્રહ તસ્વીરથી જંગલો જોવો તો તમને એવું લાગશે કે જંગલ વધી રહ્યું છે. પણ વાસ્તવમાં અમુક પ્રકારની વનસ્પતીઓ ને કારણે એવું દેખાય છે. જંગલો કપાવવાથી ઘણી જ ઝડપથી જંગલોનો ઘટાડો થઇ રહ્યો છે. એક રીપોર્ટ મુજબ ભારમાં આજે ૩૦% જંગલોમાંથી માત્ર ૧૨% જંગલો જ ઘાટા જંગલો રહ્યા છે.