India Languages, asked by abhipooja4007, 4 months ago

કવિ કઈ વાતને ખોટ ગણાતા નથી​

Answers

Answered by Anonymous
1

Answer:

એક જ દે ચિનગારી,

મહાનલ ! એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી;

જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી;

મહાનલ ! એક જ દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી;

ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી;

મહાનલ ! એક જ દે ચિનગારી.

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી

વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી

મહાનલ ! એક જ દે ચિનગારી.

કવિ પરિચય : હરિહર પ્રાણશંકર  ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ)

કવિ પરિચય : હરિહર પ્રાણશંકર ભટ્ટ (ગુજરાતી પ્રતિભા પરિચય)

તને ઓળખું છું, મા  (ધોરણ – ૮, કાવ્ય – ૪)  

તને ઓળખું છું, મા !

સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા !

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,

 

ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,

મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….

 

તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે

પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે

દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….

 

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે

કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?

સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….

તને ઓળખું છું, મા !

કવિ પરિચય : મનોહર રતિલાલ ત્રિવેદી

ધૂળિયે મારગ  (ધોરણ – ૮, કાવ્ય – ૬)

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?

કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,

એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,

આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,

સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,

વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;

દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;

નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી સાહિત્ય પરિષદ)

કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી પ્રતિભા પરિચય)

આભમાં ઝીણી ઝબૂકે વીજળી  (ધોરણ – ૮, કાવ્ય – ૮) ડાઉનલોડ કરો  

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

કે ઝીણા ઝરમર વરસે મેઘ

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,

કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે

કે ભીંજાય મેડીની બેસતલ રાણી

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે

કે ભીંજાય બારીનો બેસતલ સૂબો

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે

ભીંજાય પાતળિયો અસવાર

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !

આભમાં ઝીણી….

તમને વા’લી દરબારી ચાકરી રે,

કે અમને વા’લો તમારો જીવ

ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !

આભમાં ઝીણી….

આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો  

સખી, આજની ઘડી રળિયામણી;

મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી …..

સખી, આલાલીલા વાંસ વઢાવીએ;

મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી …..

તરિયાતોરણ બારે બંધાવીએ;

મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..

ગંગા જમુનાનાં નીર મંગાવીએ;

મારા વહાલાજીનાં  ચરણ પખાળીએ જી રે. સખી…..

સહુ સખીઓ મળીને આવીએ;

વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી રે. સખી…..

પૂરો પૂરો સોહાગણ, સાથિયો;

ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે. સખી…..

અતિ મીઠડા થકી થાય મીઠડો;

મહેતા નરસૈયાનો  સ્વામી મેં દીઠડો જી રે. સખી…..

કવિ પરિચય : નરસિંહ મહેતા

રાનમાં  (ધોરણ – ૭, કાવ્ય – ૫)

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,

વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે  મેદાનમાં,

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,

ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.

કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,

આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.

તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

કવિ પરિચય : ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ

માલમ હલેસાં માર  (ધોરણ – ૭, કાવ્ય – ૮)  ડાઉનલોડ કરો

Similar questions