Social Sciences, asked by arauf0801, 3 months ago

સુતરાઉ કાપડઉધોગ એ ભારતમાં મહત્ત્વનો ઉધોગ છે સમજાવો​

Answers

Answered by prapti200447
1

ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ મુખ્ય છે. તે ભારતનો સૌથી વધુ રોજગારી આપતો અને ઉત્પાદન કરતો ઉદ્યોગ છે. તે દેશના લગભગ ૩.૫ કરોડ લોકોને રોજગારી આપે છે.

ભારતમાં સૌપ્રથમ મુંબઈમાં સુતરાઊ કાપડની મિલ સ્થપાઈ. એ પછી ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ.

શરૂઆતમાં મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાઈ હતી, કારણ કે આ પ્રદેશોમાં કપાસનું મોટું ઉત્પાદન અને વિશાળ બજાર હતાં. વળી, અહીં મજૂરો, કારીગરો, વિદ્યુત, બૅન્ક, નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા અને પરિવાહનની સારી સગવડો ઉપલબ્ધ હતી. પછીથી આ ઉદ્યોગ વિકસીને અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. આજે સુતરાઉ કાપડની મિલો દેશનાં લગભગ 100 શહેરોમાં આવેલી છે.

આજે દેશની મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે.

મહારાષ્ટ્રમાં મુંબઈમાં સૌથી વધારે મિલો આવેલી છે. તેથી તે સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહેવાય છે. આ ઉપરાંત, પુણે, કોલ્હાપુર, ભિવંડી, ઔરંગાબાદ, જલગાંવ, સોલાપુર અને નાગપુર; ગુજરાતમાં અમદાવાદ, સુરત, કલોલ, ભરૂચ, પોરબંદર, ભાવનગર, રાજકોટ અને વડોદરા; તમિલનાડુમાં કોઈમ્બતૂર, ચેન્નઈ અને મદુરાઈ; પશ્વિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ અને શ્રીરામપુર; ઉત્તર પ્રદેશમાં કાનપુર, આગરા, ઉટાવા, લખનઉ અને મોદીનગર તથા મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર, ઇંદોર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગનાં મહત્વનાં કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઊ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે.

આ ઉદ્યોગ આજે ઊંચી જાતના કપાસની અછત, જૂનાં યંત્રોનો ઉપયોગ, અનિયમિત વીજ-પુરવઠો, શ્રમિકોની ઓછી ઉત્પાદકતા, સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

ભારત અનેક દેશોમાં સુતરાઉ કાપડ અને વસ્ત્રોની નિકાસ કરે છે. રશિયા, યૂ.કે., યુ.એસ.એ, સુદાન, નેપાલ, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા તથા દક્ષિણ આફ્રિકાના દેશો તેના મુખ્ય ગ્રાહકો છે.

સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વ ચીન પછી ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે.

Similar questions