Hindi, asked by bhushansahil77, 3 months ago


મુદા : ચાર ચોર - ચોરી કરવા જવું – પુષ્કળ માલ મળવો – જંગલમાં નાસી જવું - બે ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં
જવું - મીઠાઈમાં ઝેર ભેળવવું - બીજા બે ચોરની યુતિ-મીઠાઈની ખરીદી કરીને આવેલા બે ચોરને ફૂવામાં ધકેલી
દેવા - મીઠાઈ ખાવી – પરિણામ – બોધ​

Answers

Answered by dhrupalshekh21
1

Explanation:

રગ ચીંધે, ધીરજ મારી તાગે રે…

દીવાદાંડી જેવું કોઈ ઝીણું ઝીણું જાગે રે…

ચૈતરની એક વસમી સાંજે સાજ બધાયે તોડ્યાં’તાં

તે દી’થી ઉપ્પરવાળાએ મબલખ તંતુ જોડ્યાં’તાં

તૂટ્યું-ફૂટ્યું જંતરડું કૈં ધીમું ધીમું વાગે રે…

દીવાદાંડી જેવું કોઈ ઝીણું ઝીણું જાગે રે…

ધસમસ દરિયા પોઢાડી પાંપણની ખડકી વાસી’તી

ત્યાં તો પેલી યાદ મંથરા જોરજોરથી ખાંસી’તી

સાવ સફાળા જાગેલા જળ ભોગ કમળનો માંગે રે…

દીવાદાંડી જેવું કોઈ ઝીણું ઝીણું જાગે રે…

સોય સરીખો ઝીણો ચટકો, ફાંસ સમુ કૈં વાગ્યું’તું

‘ખમ્મા’બોલી જાતેજાતે ઘાબાજરિયું બાંધ્યું’તું

પારુલજી તબિયત પૂછે તંય જીવવા જેવું લાગે રે…

દીવાદાંડી જેવું કોઈ ઝીણું ઝીણું જાગે રે…

* * *

(૨)

ગયેલા શખ્સનાં બે-ચાર પગલાં સાચવી રાખ્યાં,

પછી લાગ્યું કે સાલ્લુ સાવ અમથાં સાચવી રાખ્યાં.

પ્રથમ જળની સપાટી પર જરા ચાલ્યાં અને ડૂબ્યાં,

મનાવી મન, પછી રેતાળ રસ્તા સાચવી રાખ્યા.

ખુલાસામાં ઘણું લાંબુલચક બોલી ગયા’તા એ,

અમે તો ‘પણ’ પછીનાં ત્રણ ટપકાં સાચવી રાખ્યાં.

બધુંયે યાદ રાખી એમણે પુસ્તક લખી નાંખ્યું,

અમે ભૂલ્યા બધું પણ બે’ક કિસ્સા સાચવી રાખ્યા.

બચાવી ના શકાયો એક વસમી સાંજનો ટુકડો,

હૃદયમાં એ પછી તો કંઇક વલખાં સાચવી રાખ્યાં.

ખુમારી એટલી કે જીભથી ન માંગવાનું કાંઈ,

પરંતુ આંખમાં વાચાળ સપનાં સાચવી રાખ્યાં.

તમારે એ ગલીમાં પગ નહિ મૂકવાનું પ્રણ ‘પારુલ’,

છતાંયે એ નગરના કેમ નકશા સાચવી રાખ્યા?

* * *

(૩)

રાતીચટ્ટાક મારી ગુલમ્હોરી ઓઢણી ને એનો છે લીલોછમ ડગલો

ઉગ્યો છે મારામાં વડલો.

ડાહ્યા મનેખ કહે સાચવજે ભોળી આ વડલાના જોર હોય જાજા

ખાતર, ના માટી, ના પાણી, ના માળી ને તોય રહે મૂળ એનાં તાજાં

તારામાં તારાથી આગળ વધીને તને છેડ્યા કરશે રે આછકલો

ઉગ્યો છે મારામાં વડલો.

હુંયે સજાગ હતી ખોળ્યું તો જાણ્યું કે આ તો છે અંદરની હું

વડલાનો વેશ લઇ મારામાં ઊગી ને મારામાં થઇ ગઇ રે છૂ

મનનાં તોફાન બધાં આઘેથી જોવાનો મારગ સમજાયો છે વચલો

ઉગ્યો છે મારામાં વડલો.

ફૂટી છે રોમરોમ સમજણની વડવાયું ફૂટ્યાં છે સમતાનાં પાંદ

ઉગમણી ડાળીએ આશાનો સૂરજ ને આથમણે ધીરજનો ચાંદ

શ્રદ્ધાના ટેટાને હળવેથી ખોલ્યો ત્યાં આહાહા… બીજ તણો ઢગલો

ઉગ્યો છે મારામાં વડલો.

( મારા ઘર સામેના ગુલમ્હોરમાં ઉગેલ વડલાનું ગીત)

* * *

(૪)

મને કાગળ-કલમ ને અક્ષરો સૂવા નથી દેતાં,

Similar questions