India Languages, asked by pj45973, 1 month ago

કચ્છનું ધોળાવીરા ગામ શાના માટે પ્રખ્યાત છે ? *​

Answers

Answered by arpitachoubey80
1

આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે ડોઝિયર મોકલ્યું છે અને સાથે જ ગુજરાત સરકારે સાઇટનો વિકાસ કરવા સમિતિઓ બનાવી છે.

ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે.

ગામથી એકાદ કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો 'કોટડા ટિંબા' વિસ્તાર આવે છે. બસ, આ જ વિસ્તાર ગામને અસામાન્ય બનાવે છે.

અહીં જ પાંચ હજાર વર્ષ પહેલાં એ સમયની આધુનિક સંસ્કૃતિનું નગર ધોળાવીરા ધમધમતું હતું.

ગુજરાતમાં PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટોની હાલ કેવી સ્થિતિ છે?

Similar questions