કોનવડ-૧૯ અંતર્થત કોરોિર મહરમરરીમરાં લોકડરઉિ દરનમયરિ તમરરર મહોલ્લર/નવસ્તરરમરાં
થયેલ કરમર્ીરીિો અહવે રલ આઠ-દસ લીટીમરાં લખો.
Answers
વિદ્યાર્થીનીઓ અને ૬ વિદ્યાર્થી થઈને કુલ ૨૩ વિદ્યાર્થીઓ કોરોના વોરીઅર્સ પ્રથમ તબક્કામાં જોડાયા હતા. – કોરોના વોરીઅર્સ તરીકે સેવા આપનાર દરેક વિદ્યાર્થીને સંસ્થા તરફથી રૂપિયા ૫૦૦૦નો રોકડ પુરસ્કાર તથા સન્માનપત્રથી સન્માનિત કરાશે. – કોરોના વોરીઅર્સમાં તરીકે સેવા અર્થે કામગીરી કરનાર તમામ વિદ્યાર્થીઓની માર્કશીટમાં ‘કોરોના વોરીઅર્સ’નો ઉલ્લેખ કરવામાં આવશે.17 વિદ્યાર્થીનીઓ અને ૬ વિદ્યાર્થી થઈને કુલ ૨૩ વિદ્યાર્થીઓ કોરોના વોરીઅર્સ પ્રથમ તબક્કામાં જોડાયા હતા.
– કોરોના વોરીઅર્સ તરીકે સેવા આપનાર દરેક વિદ્યાર્થીને સંસ્થા તરફથી રૂપિયા ૫૦૦૦નો રોકડ પુરસ્કાર તથા સન્માનપત્રથી સન્માનિત કરાશે.
– કોરોના વોરીઅર્સમાં તરીકે સેવા અર્થે કામગીરી કરનાર તમામ વિદ્યાર્થીઓની માર્કશીટમાં ‘કોરોના વોરીઅર્સ’નો ઉલ્લેખ કરવામાં આવશે.
ગુજરાત રાજયમાં કોરોના સંક્રમણના કેસો વધતા જતાં સંક્રમિત દર્દીઓને વધુ સારી સગવડ આપવાનો દૃઢ નિર્ધાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ હેતુ અંતર્ગત કોરાના વોરિઅર્સની ટીમો તૈયાર કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનાં મુખ્ય સચિવશ્રી ડો. જયંતિ રવિએ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી પાસે નર્સિંગ કોલેજ અને ફિઝિયોથેરપી કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોરોના વોરિઅર્સ તરીકે માંગણી કરવામાં આવી હતી.
આ પ્રસ્તાવને ધ્યાને લઈને સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી- ગાંધીનગરના ચેરમેનશ્રી અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલલ્ભભાઈ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ નર્સિંગ અને ફિઝિયોથેરપી કોલેજના ૯૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે આયોજિત ઓનલાઈન મિટિંગમાં આરોગ્ય વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી ડો. જયંતિ રવિ, આરોગ્ય વિભાગના શ્રી આઈ.ડી. ચૌધરી, આસિ. નર્સિંગ ડાયેરેકટરશ્રી મયુરભાઈ ડામોર સહિત મહાનુભાવોઓએ હાજર રહીને વિદ્યાર્થીઓને કોરોના વોરીઅર્સ તરીકેની કામગીરીથી માહિતીગાર કર્યા હતા.
આ ઓનલાઈન મુલાકાત બાદ ૫૦ વિદ્યાર્થીઓને ‘કોવિડ-૧૯’ના દર્દીઓની સેવા-સુશ્રુસા હેતુ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ પૈકી પ્રથમ તબક્કામાં ૨૩ વિદ્યાર્થીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવા અર્થે મોકલવામાં આવ્યા હતા. આ ૨૩ વિદ્યાર્થીઓ ૧૭ જૂન ૨૦૨૦ ને બુધવારના રોજ પરત આવતાં. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા તેમની ઉમદા કામગીરીને સત્કારવા તથા તેમને સન્માનિત કરવા સેકટર-૧૫ સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય કેમ્પસ ખાતે આ ટીમનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેનશ્રી અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રસિડેન્ટશ્રી વલ્લભભાઈ એમ. પટેલની અમારા પ્રતિનિધિશ્રીએ મુલાકાત લેતાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત થતાં જ કડી- ગાંધીનગરના કેમ્પસોની હોસ્ટેલોમાં ૨૦૦૦ બેડની આઈસોલેશન (કવોરન્ટાઈન) માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ સાથે જ પેરામેડિકલ સ્ટાફ અને તાલીમ પામેલા કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખીને ઈમજન્સી નંબર જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મંડળ દ્વારા ૧૦૦૦ જેટલા પરિવારોના ચાર સભ્યોને લોકડાઉન ચાલે ત્યાં સુધી ખૂટે નહીં તેટલું અનાજ, કરિયાણું અને તેલ જેવી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ ભરેલી કીટ તૈયાર કરી જરૂરિયાતવાળા લોકોને પહોંચાડવામાં આવી છે. વળી, ૫૦૦૦ જેટલા નિરાશ્રિતો માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે અમદાવાદમાં સરેરાશ કોવિડ-૧૯થી સંક્રમિત ૩૦૦ની આસપાસ કેસો આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ડો. જયંતિ રવિ દ્વારા સંસ્થાદ્વારા સંચાલિત નર્સિંગ, ફિઝિયોથેરપી અને ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓને કોરોના વોરીઅર્સ તરીકે માગણી કરવામાં આવતાં અમારા ૨૩ વિદ્યાર્થીઓની ટીમે અમદાવાદ સિવિલમાં પોતાની ઉમદા કામગીરી કરીને પરત આવી છે, ત્યારે યુનિવર્સિટી દ્વારા આજે પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કરતાં અમે ગર્વ અનુભવીએ છીએ. આ પ્રસંગે અમારો સમગ્ર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “કર ભલા હોગા ભલા”ના સૂત્રને સાર્થક કરતા અમારા મંડળ દ્વારા આ ખાસ સમારોહનું આયોજન કરીને વિદ્યાર્થીઓને રૂપિયા ૫૦૦૦ના પુરસ્કાર સાથે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. તેમજ તેમની માર્કશીટમાં ‘કોરોના વોરીઅર્સ’ તરીકે ખાસ ઉલ્લેખ કરવામાં આવશે. કપરાં સમયમાં આ વિદ્યાર્થીઓની સેવાભાવના માટે સર્વ વિદ્યાલય પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.- વિદ્યાર્થીઓએ પોતાના અનુભવમાં જણાવ્યું હતું કે, કોરોનાથી ડરવાનું જરૂર નથી, પરંતુ સાવધાની રાખવામાં આવે તો તેને માત આપી શકાય છે. વધુમાં કોરોના વોરીઅર્સ તરીકેની તક આપવા બદલ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.