Hindi, asked by Prabhat2615B, 3 months ago

કોયલ પાંચ વાક્યો લખો.​

Answers

Answered by kanchandchaudhari
0

Answer:

ગુજરાતમાં થતી કોયલને એશીયન અથવા ઇન્ડીયન કોયલ પણ કહેવાય છે.તે મોટી,લાંબી (૪૫ સે.મી.)પૂંછડી ધરાવે છે.નર ભૂરાશ પડતો કાળો રંગ,લીલાશ પડતી પીળી ચાંચ,ઘેરી લાલ આંખ અને ભૂખરા પગ ધરાવતો હોય છે.

માદા પીઠપર કથ્થાઇ જેવો અને પેટાળમાં સફેદ રંગ તથા ભારે ટપકાંવાળા કથ્થાઇ-સફેદ પટ્ટાઓ ધરાવે છે.તેને ઓલીવ અથવા લીલાશ પડતી ચાંચ અને રાતી આંખ હોય છે.કોયલ પાંખા જંગલો અને વન-વગડા,વાડીઓ,બગીચા વિગેરેમાં રહેવું પસંદ કરે છે.તે દક્ષિણ એશિયામાં ભારત,શ્રીલંકા થી લઇ અને દક્ષિણચીન અને ઓસ્ટ્રેલિયા સુધી જોવા મળે છેઆપણે કોયલનાં જે મીઠા ટહુકારનાં પ્રેમી છીએ તે ટહુકો નર કોયલનો હોય છે.તે કૂહુ-કૂહુ એવો અવાજ કાઢે છે.માદા કોયલ ટહુકારો કરતી નથી પરંતુ કીક-કીક એવો અવાજ કાઢે છે.

Explanation:

please mark me as the brainliest

Similar questions