Hindi, asked by sudhatpatel, 1 month ago

આપેલા વાક્ય માંથી નામયોગી શોધી લખો.
‘જ્ઞાન ઉપર કોઈનો ઈજારો ન હોવો જોઈએ?​

Answers

Answered by saimaansari2002
0

ધાતુ ( એટલે કે ક્રિયાપદના મૂળ રૂ૫ ) ઉપરથી નામ ( સંજ્ઞા ) અને વિશેષણ બનાવવા માટે સંસ્કૃતમાં કત નામના પ્રત્યયો છે . ધાતુને કત પ્રત્યય લાગતાં જે પદ બને છે તે છે કૃદન્ત . જે પદો ક્રિયા બતાવે છે પણ ક્રિયાપદની જેમ વાક્ય બનાવી અર્થ પુરી કરી શકતાં નથી તે કૃદન્ત કહેવાય છે . આ વાત ઉદાહરણોથી સમજવા પ્રયત્ન કરીશું તે જાય છે . મેં તેને જતો જોયો . તેણે બારી ઉઘાડી . ઉધાડી બારી મેં બંધ કરી . ઉપરનાં ‘ આ ’ વિભાગનાં વાક્યોમાં ‘ જાય છે ’ , ‘ ઉઘાડી ‘ – એ શબ્દો ક્રિયા બતાવે છે અને વાક્યનો અર્થ પૂરો કરે છે તે ક્રિયાપદ છે . જ્યારે બ ” વિભાગના વાક્યોમાં ‘ જતો ’ ‘ ઉઘાડી ‘ – એ શબ્દો ક્રિયા બતાવે છે . પણ એનાથી વાક્યનો અર્થ પૂરો થતો નથી . આ રીતે , જે શબ્દો ક્રિયા બતાવે પણ વાક્યનો અર્થ પૂરી ન કરે તેને કૃદન્ત કહે છે . કૃદન્તની વ્યાખ્યા : | ‘ ક્રિયાપદની જેમ વર્તતાં એટલે કે કર્તા તેમ જ ફર્મ લેતાં જે ક્રિયાદર્શક પદ નામપદ કે વિશેષણ કે ક્રિયાવિશેષણની પણ કામગીરી કરે છે તેમને કૃદન્ત કહેવામાં આવે છે . ” ‘ જે પદો ક્રિયાપદની જેમ વર્તતાં હોય અને ક્રિયાપદ સિવાયના પદ પ્રકારમાં ( એટલે કે નામ , વિશેષણ , ક્રિયાવિશેષણ તરીકે ) પણ આવી શકતાં હોય તે પદો કૃદન્ત કહેવાય છે . ” ઉદાહરણો પંખી ઉડીને ઝાડ પર બેઠું . બાળકો નવાં કપડાં પહેરીને મેળામાં ગયાં . મદારીનો ખેલ જોવાને ટીનુ દોડ્યો . ઉપરના વાક્યોમાં ‘ ઉડીને ’ ‘ પહેરીને ’ ‘ જોવાને ‘ જેવા પદ ક્રિયા સૂચવે છે . પણ ક્રિયાપદની જેમ વાક્ય બનાવી અર્થ પૂરો કરી શકતાં નથી , માટે તે કૃદન્તો છે .

કૃદન્તના પ્રકાર કુદન્તના મુખ્ય પાંચ પ્રકાર છે .

( 1 ) વર્તમાન કૃદન્ત ( 2 ) ભૂત કૃદન્ત ( 3 ) ભવિષ્ય કૃદન્ત ( 4 ) વિધ્યર્થ કે સામાન્ય કૃદન્ત ( 5 ) સંબંધક ભૂતકૃદન્ત .

આપણે દરેક પ્રકાર વિષે વધુ વિગતે જોઈશું . ( 1 ) વર્તમાન કૃદન્ત : ધાતને ‘ ત ’ પ્રત્યય લાગીને વર્તમાન કૃદન્ત બને છે . આ કૃદન્ત વિકારી કુદત્ત છે . એ મુખ્યત્વે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થો દર્શાવે છે . આ કૃદંત ક્રિયાપદ , વિશેષણ અને ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે . જેમકેતે રોજ મારે ત્યાં આવતો . ( ક્રિયાપદ તરીકે ) – હસતું મોઢું રાખો . ( વિશેષણ તરીકે ) એ ગાતો ગાતો નહાય છે , ( ક્રિયાવિશેષણ તરીકે ) એક ઉદાહરણ તરીકે દીડ ‘ ધાતુ ઉપરથી આટલાં વર્તમાન કૃદન્ત બની શકે : દૌડત , દોડતી , દોડતી , દોડતા , દોડતા , ( 2 ) ભૂત કૃદન્ત : ધાતુને ‘ ય ’ અથવા ‘ યન એલ ‘ પ્રત્યય લાગીને ભૂતકૃદન્ત બને છે . એ વિકારી અને અવિકારી બંને રૂપે મળે છે . મુખ્યત્વે આ કૃદન્ત ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે . આ કૃદન્ત ક્રિયાપદ તરીકે , પૂર્ણ ક્રિયાવાચક વિશેષણ તરીકે તેમ જ ક્રિયાવિશેષણ અને સંજ્ઞા તરીકે પ્રયોજાય છે , જેમકે કરમાયેલાં ફૂલનો ઢગલો પડ્યો છે . ( ક્રિયાપદ તરીકે ) . એનો પડ્યો બોલ ઝિલાય છે , ( વિશેષણ તરીકે ) ઝાડ પરથી પડેલું ફળ કોણે લીધું ? ( વિશેષણ તરીકે ) રમેશ પથારીમાં પડ્યો પડ્યો વાંચે છે . ( ક્રિયાવિશેષણ તરીકે ) તે મારું કહ્યું માનતો નથી . ( સંજ્ઞા તરીકે ) “ બોલ ‘ ધાતનાં બોલ્ય , બોલી , બોલ્યા , બોલ્યા , બોલેલી , બોલેલ , બોલોલા , બોલેલા , બોલેલો રૂપ બને છે . | ( 3 ) ભવિષ્ય કૃદન્ત : ધાતુને ‘ – નાર – ‘ પ્રત્યય લાગીને ભવિષ્ય કૃદંત બને છે . એ વિકારી – અવિકારી કુદત્ત છે . મુખ્યત્વે આ કૃદન્ત કોઈ પણ કાળની અપેક્ષિત ક્રિયા દર્શાવે છે . આ કૃદન્ત ક્રિયાપદ તરીકે , વિશેષણ તરીકે તેમ જ કÇવાચક સંજ્ઞા તરીકે આવે છે . જેમકે એ આજે મુંબઈથી આવનાર હતો . ( ક્રિયાપદ તરીકે ) . આવનારાં બધાં આવી ગયાં . ( વિશેષણ તરીકે ) . હૉસ્ટેલમાં રહેનારને પ્રથમ પ્રવેશ મળશે . ( સંજ્ઞા તરીકે ) ( 4 ) વિધ્યર્થ અથવા સામાન્ય કૃદન્ત : ધાતને ‘ વ ’ પ્રત્યય લાગીને વિધ્યર્થ કૃદન્ત બને છે . ઓ કદન્ત વિકારી છે . મુખ્યત્વે એ ક્રિયાની વિધિ કર્તવ્યતા કે કેવળ ક્રિયા થવાનો ભાવ દર્શાવે છે . એ ક્રિયાપદ તરીકે સંજ્ઞા વપરાય છે . દા . ત . ‘ તમારે બરાબર નવ વાગ્યે આવી જવું . ( ક્રિયાપદ તરીકે ) . એને પરીક્ષામાં પાસ થવું છે . ( ક્રિયાપદ તરીકે ) દવા ખાવી કોને ગમે ? ( સંજ્ઞા તરીકે ) . આ કુદત કોઈ ચોક્કસ કાળના અર્થને સૂચવતું નથી , તેથી જ તેને સામાન્ય કૃદન્ત કહે છે . કરૂ ‘ ધાતું ! ઉપરથી આટલાં સામાન્ય કૃદન્ત બની શકે . કરવું , કરવી , કરવો , કરવા , કરવા .( 5 ) સંબંધક ભૂતકૃદન્ત ધાતુને ‘ ઈ / ઈને ‘ પ્રત્યય લાગીને સંબંધક ભૂતકૃદંત બને છે . આ કુદત્ત દ્વારા કોઈ પણ કાળની મુખ્ય | ક્રિયાની પૂર્વવર્તી ક્રિયા સૂચવાય છે . મુખ્યત્વે આ કુદત્ત ક્રિયાવિરોષણની કામગીરી કરે છે . જેમ કે તમે મારે ત્યાં જમીને આવજો . ( ક્રિયાવિશેષણ તરીકે ) . ચા પીને હું નીકળ્યો છું . ( ક્રિયાવિશેષણ તરીકે ) . અહીં પ્રથમ ઉદાહરણમાં મુખ્ય ક્રિયા ‘ આવો ” ની પહેલાંની ક્રિયા ‘ જમીને ’ તારા સૂચવાય છે તેથી : ‘ જમીને ’ સંબંધક ભૂતકૃદંત છે .

Similar questions