Art, asked by hetalkarnal, 5 months ago

નર્મદા નદી વિશે પાંચ વાક્યો લાખો​

Answers

Answered by Anonymous
24

Answer:

❥ ✧*。નર્મદા નદીને આપણે ગુજરાતની જીવાદોરી માનીએ છીએ. આ પવિત્ર નદીના દર્શનને સૌભાગ્ય માનનારાઓની સંખ્યા પણ ઘણી મોટી છે. એવામાં આ નદીની કેટલીક પ્રાચીન ખાસિયતો વિશે જાણવામાં દરેકને રસ પડશે.

પુણ્યસલિલા મેકલસુતા મા નર્મદા, જેના પુણ્ય પ્રતાપથી આપણે સૌ પરિચિત છીએ. આમ તો દરેક નદી સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જ હોય છે પરંતુ નર્મદા નદીની વાત જ અનોખી છે.

- ભારતની આ એકમાત્ર એવી નદી છે જેનું પુરાણ છે. તેમજ આ એક એવી નદી છે. જેની લોકો પરિક્રમા કરી શકે છે. એટલું જ નહીં મોટા-મોટા ઋષિઓ નર્મદાના કિનારે તપસ્યા કરતાં હોય છે.

આ સ્થાન અદ્ભુત દ્રશ્યો માટે પણ જાણીતુ છે. આ સ્થળે આજે પણ મા રેવાનો વિવાહ મંડપ જોવા મળે છે. પુરાણોમાં કહેવાયુ છે કે એમણે પોતાના પ્રેમી સોનભદ્ર પર ગુસ્સે થઇને જ ઉંધા વહેવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની દિશા બદલી નાંખી.

- એ પછી તો સોનભદ્ર અને સખી જોહિલાએ મા નર્મદાની ઘણી માફી માગી પરંતુ ત્યાં સુધીમાં તો નર્મદા ઘણે દૂર સુધી વહી ચૂકી હતી. પોતાની સખીનો વિશ્વાસ તોડવાને લીધે જ જોહિલાને પૂજનીય નદીઓમાં સ્થાન નથી આપવામાં આવ્યું. સોન નદી કે નદ સોનભદ્રનું ઉદગમ સ્થાન પણ અમરકંટક જ છે.

- આમ તો નર્મદા નદીને લઇને ઘણી માન્યતાઓ પ્રચલિત છે. કહેવાય છે કે જે કોઈ સાચા મનથી એમની પૂજા અને દર્શન કરે છે. તેમને જીવનમાં એકવાર મા નર્મદા ચોક્કસ દર્શન આપે છે. ♡✧*。

Attachments:
Similar questions