વિપત પડે નવલખીએ, વલખે વિપત ન જાય;
વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય; વિચાર વિસ્તાર
Answers
હતાશા એટલે આપણે જે કામ કરતા હોય અથવા જે સંજોગો સાથે સંકળાયેલા હોય અને તેમાં તકલિફ કે વિપત્તિ આવે ત્યારે જે કરતા હોય તે બધું મૂકી દઈ કંઈજ ન કરવાનું મન થાય અથવા માનસિક રીતે એવું માનવા લાગીએ કે હવે મારાથી કઈજ થઈ શકે તેમ નથી. આવી સ્થિતિ મનુષ્ય માટે કોઈ નિષ્ફળ કામ કરવા કરતાં પણ ખરાબ ગણાય કારણ કે, નિષ્ફળતા એ કર્મનું પરિણામ છે પરંતુ કર્મ જ ન કરીએ એ તો પલાયનવૃત્તિ કહેવાય. હતાશાના કારણો અનેક હોઈ શકે પરંતુ તેનું નિરાકરણ શોધવાને બદલે મુઠ્ઠી વાળીને બેસી જવું એ કોઈપણ રીતે યોગ્ય નથી.
Explanation: