વરસાદ આવેત્યારેતિેકેવી કેવી રીતેિજા કરો છો
Answers
Answer:
દર વર્ષે વરસાદ ખેંચાય એટલે તાબડતોડ શ્રદ્ધાળુ ભક્તજનો મેઘરાજાની મહેર માટે ઘૂન, કીર્તન, યજ્ઞ વગેરે ધબધબાટી ચાલુ કરી દે છે. નવરા માણસોને એક નવી પ્રવૃત્તિ મળે છે. જો ભોગે જોગે વરસાદ આવી જાય, તો સંતોષના ઓડકાર સાથે સૌ તૃપ્ત થઈ જાય છે અને ન આવે તો પણ કોઈ કંઈ સવાલ તો પૂછતુ જ નથી ને? સવાલ તો એ છે કે વરસાદને રિઝવવાનું કે વરસાવવાનું આટલું સહેલું હોય, તો બહુજન હિતાર્થે પ્રતિવર્ષ ભારતમાં નિયમિતપણે આવા યજ્ઞો યોજવા જોઈએ. ઘૂન-ભજન-બંદગી વગેરે કરવા જોઈએ પછી અસંતુલિત વરસાદ કે દુકાળ કે પૂરની સમસ્યાઓ કયારેય ઉદ્દભવશે જ નહી. આ ઘૂન-યજ્ઞ વિજ્ઞાનની પેટન્ટ લઈ દરેક દુકાળિયા દુઃખી વિસ્તારને જળ તરબોળ કરી દેવો જોઈએ. આમ પણ પરોપકાર અને દયા તો ભારતીય સંસ્કૃતિની અંગભૂત નીતિ છે ને.
આવી જ વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનની છે. કોઈ ભડલીએ ખબરદારીથી નીરિક્ષણ કરીને કુદરતી સંકેતો સાથે વરસાદના સંબંધ જોડીને કાવ્યપંકિતઓ રચી હોય, એમાં કશું અવૈજ્ઞાનિક નથી. રિસર્ચ, ઓબ્ઝર્વેર્શન અને કાર્ય-કારણનો સંબંધ એ જ વિજ્ઞાન છે. પણ સમય પ્રમાણે કુદરતના રંગઢંગ બદલે પણ છે. માટે ભડલીવાક્યોને ‘બ્રહ્મવાક્ય’ સમજવાને બદલે સંશોધનની સીડીનું એક આવકાર્ય પગથિયું માનીને એના પર ચડવું જોઈએ. દર વર્ષે પ્રાચિન વર્ષાવિજ્ઞાનના શાસ્ત્રોક્ત નિષ્ણાંતો પરિસંવાદો કરીને આગાહીઓ કરે છે. પણ એમાં પણ ઘણા બધા પ્રશ્નો સામે આવે છે. આ બધી આગાહીઓ શા માટે આટલી વિરોધાભાસી હોય છે ? બધાની આગાહી એકસરખી કેમ નથી હોતી ? આ આગાહીઓ કેમ હરહંમેશ સાચી નથી પડતી ? અને જો એ સદાકાળ સાચી ન હોય તો પછી એ વિજ્ઞાન શાનું ? અલબત્ત, વરસાદી આગાહીઓમાં ભૂલો તો હવામાનખાતું પણ કરે છે પરંતુ, અહીં મહત્વનો તફાવત એ છે કે શુઘ્ધ વિજ્ઞાન પોતે શું નથી જાણતું, એ બાબતે ક્લીઅર છે. એટલું જ નહી, પોતાની મર્યાદા તત્કાળ સ્વીકારીને એ દિશામાં પ્રયત્નો કરવા એ સતત તત્પર હોય છે. વિજ્ઞાન એટલે સર્વજ્ઞાન નહી, પણ સર્વજ્ઞાન અંગેની નમ્ર સાધના..સર્વજ્ઞાન અંગેનું માનવસહજ કૂતૂહલ!
પણ આપણે ત્યાં ઘણા કહેવાતા વિજ્ઞાનમહર્ષિઓ પણ વિજ્ઞાનને પુરૂં જાણ્યા-સમજ્યા વિના એના નામે ફાંકા ઠોક્યે રાખે છે. અને પર્યાવરણપ્રેમીઓ વિજ્ઞાનનો હવાલો ટાંકીને જનતાને દબડાવે છે! ભલા માણસ, વૃક્ષોનું નિકંદન કાઢી નાખો, પછી વરસાદ ક્યાંથી આવે? હવે વૃક્ષારોપણ અને જંગલસંરક્ષણ બહુ જ સારી અને સાચી વાત છે. એના અનેક ફાયદાઓ છે. માનવજાતના અસ્તિત્વ માટે હરિયાળી સૃષ્ટિનો વિકાસ અને જાળવણી અનિવાર્ય છે, એમાં બેમત નથી. પણ નર્સરી, વૃક્ષો ન હોવાથી વરસાદ ન આવે, એ કલ્પના વૈજ્ઞાનિક સત્ય નથી. આવી જ વાત વધતા પ્રદુષણને લીધે બદલાતી ૠતુઓ કે ગોટાળે ચડતા વરસાદની છે. જેને આપણે સૌ બ્લોબલ વૉર્મિંગ કહીએ છીએ. પ્રદુષણના અપરંપાર ગેરફાયદાઓ છે. 21મી સદીના ખલનાયક નંબર વન એવા પ્રદૂષણની ભયંકર અસરો અને આડઅસરો છે. પણ પ્રદૂષણને પણ વરસાદના આવવા-ન આવવા સાથે કોઇ એકને એક બે જેવો સીધો સંબંધ નથી.વાસ્તવિકતા એ છે કે જ્યાં વઘુ વૃક્ષો હોય, ત્યાં જ વરસાદ આવે એવું નથી. વાસ્તવમાં તો જ્યાં વરસાદ વઘુ આવતો હોય, ત્યાં વઘુ વૃક્ષો વિકસે છે. માટે ગુજરાતનો ઘણોખરો પ્રદેશ કોરોકટ દેખાતો હોય તો એનું કારણ વૃક્ષોનો અભાવ નથી, વરસાદનો અભાવ છે. જો વરસાદનું પ્રમાણ વૃક્ષોના જથ્થા પર જ આધારિત હોત, તો પછી ગુજરાતમાં ચોમાસાની હાલત બદલાતી કેમ રહે છે ? વૃક્ષોની સંખ્યા પ્રતિવર્ષ એ જ રહે છે. બલ્કે દિન પ્રતિદિન ઘટતી જાય છે. છતાંય અમુક વખતે જોરદાર વરસાદ આવે છે, તો આવે જ છે. અમુક વખતે છાંટો ય નથી પડતો, તો નથી જ પડતો.
વળી, ઉપગ્રહો દ્વારા માહિતી મેળવાય ત્યારે ધરતી પરથી જે પરિબળો ના માપી શકાતા હોય તે પણ માપી શકાય અને કમ્પુટર દ્વારા તે માહિતીનું ઝડપી અને સચોટ વિશ્લેષણ કરતા અનુમાનો વધુ સાચા પડે. આ બધું હોવા છતાં, મોસમની આગાહી ઘણી વખતે ખોટી કે અર્ધસત્ય થાય છે કારણ કે, દુનિયાભરના મોસમ કરતા આપણું હવામાન કે જે મોસમી પવનોથી નક્કી થાય છે તેમાં ઘણા વધુ અને ગુંચવણ ભર્યા પરિબળો અસર કરતા હોય છે. અને કેટલીક વખત ટેકનીકલ કે માનવીય મર્યાદાના કારણે તેનું સચોટતાભર્યું માપન શક્ય બનતું નથી. આમ છતાં હવે વધુ ચોક્કસ આગાહી થાય છે એટલો વૈજ્ઞાનિક વિકાસ તો થયો જ છે.
આમ, આખી ચર્ચાને અંતે એટલું કહી શકાય કે માણસ દિવસે દિવસે સંકુચિત અને સ્વકેન્દ્રી થતો જાય છે, એ વાત 24 કેરેટના સોના જેવી સાચી, પણ એને લીધે વરસાદમાં વધઘટ થાય છે એ ‘વાર્તા’ વાસ્તવિકતામાં ખોટી પાવલીને પણ લાયક નથી.
I hope my answer is correct and keep it up!!!
Have a nice day and plz 1 brainlest mark give