કામધેનુને મળે ના એક સૂકું તણખલું;
ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે.
Answers
Answered by
2
Answer:
Explanation:
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે…
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે…
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે…
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે…
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે…
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે…
– કરસનદાસ માણેક
Answered by
3
Answer:
કામધેનુ ને મળે ના એક સૂકું તણખલું ને લીલાં છમ ખેતરો આખલા ચરી જાય.
Similar questions