India Languages, asked by riyajani104, 3 months ago

તમારી શાલામા યોજાયેલ આનંદમેલાનોલ અહેવાલ આશરે એકશો શબ્દોમા લખો.

Answers

Answered by arvindbhaiasalaliya
8

Answer:

*️⃣આનંદ મેળો*️⃣

___________________

✳️કાલાવડ તાલુકાના નવાગામની શ્રી સદગુરૂ વંદના શૈક્ષણિક સંકુલ એટલે અમારી શાળામાં આનંદ મેળો યોજાઇ ગયો. ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે. ગ્રાહકને ઘણા દેવતાનું સ્વરૂપ પણ આપે છે. ગ્રાહક પર જ તો ઘણા બધાની રોજી-રોટી નિર્ભર છે. પણ આ ગ્રાહક રાજા મળે તો કયાં મળે ? તેનો જવાબ છે આ આનંદ મેળો એટલા માટે જ આજરોજ અમારી શાળામાં આનંદ મેળો રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોના અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાનમાં વૃદ્ધિ સાથે મનોરંજન મળે તે માટે સુંદર આનંદ મેળાનું આયોજન અમારા શાળા સંકુલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં ધો. 7 થી ધો. 1ર સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

✳️આ આનંદ મેળામાં રર સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા.

✳️આ સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મળે તે રીતના આયોજન કરવામાં આવ્યું હતું. કુલ્લે રર વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.આનંદ મેળાની શરૂઆત આંતરરાષ્ટ્રીય શિવકથાકાર શ્રી હંસદેવગીરી બાપુ તેમજ અમારી શાળાના આચાર્ય મનદીપ દ્વારા કરવામાં આવી હતી. આનંદ મેળાની શરૂઆત થતાં જ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી આનંદ મેળાનો ભરપુર લાભ લીધો હતો. આ આનંદમેળા દ્વારા આજના સ્પર્ધાત્મક યુગમાં સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પોતાની વિશેષતા અને સમજદારીનો ઉપયોગ કરીને કેવી રીતે ગ્રાહકોને આકર્ષિત કરાય તે અમને સમજાવ્યું હતું.

અહેવાલ લેખન :-

--Ms. gujarati braniy

Similar questions