India Languages, asked by darshanpatel04091, 2 months ago

જળ એજ જીવન માટે પોસ્ટર બનાવો અને સુત્રો લખો.​

Answers

Answered by XxItsurAshuxX
3

\huge\tt\red{Q}\tt\pink{U}\tt\blue{E}\tt\green{S}\tt\purple{T}\tt\orange{I}\tt\orange{O}\huge\tt\red{N}

જળ એજ જીવન માટે પોસ્ટર બનાવો અને સુત્રો લખો.

\huge\tt\colorbox{pink}{Answer}

જળ એટલે પાણી

પાણી પૃથ્વી ઉપરનું સૌથી અગત્યનું અને અનિવાર્ય તત્વ છે. પાણી જીવનનું અમૃત છે. કરોડો વર્ષો પહેલાં પાણીમાં જીવનની ઉત્પત્તિ થઈ હતી અને પાણી એ દરેક જીવનકોષોનો પાયાનો ઘટક બન્યો. જીવન જીવવા માટે પાણી અનિવાર્ય છે. આથી જ ભૂતકાળમાં દુનિયાની મહાન સંસ્કૃતિઓનો વિકાસ મોટી નદીઓને કિનારે થયો હતો. પાણી માટે યુધ્ધો પણ થયા છે.

પૃથ્વીની સપાટીનો ૭૦% જેટલો ભાગ પાણી વડે છવાયેલો છે છતા મીઠું પાણી તો લગભગ ૩% જેટલું જ છે. બાકી બધું દરિયામાં આવેલું ખારૂ પાણી છે.

જળસંચય એટલે જળનો સંગ્રહ કરવાની પ્રવૃતિ. અત્યારે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે તેની ત્રણ બાબતો જળસંચય માટે મહત્વની બને છે.

૧. ઉપલબ્ધ જળ અને જળસ્ત્રોતોની સંભાળ રાખવી. ( કન્ઝર્વેશન )

ર. વહી જતા પાણીને રોકવું ( હાર્વેસ્ટિંગ )

૩. જળસ્ત્રોતોનું પુન:નવીનીકરણ કરવું ( રિચાર્જિંગ )

આપણે ખેત તલાવડી, ચેકડેમ , આડબંધ , બોરીબંધ , ભુગર્ભ ટાંકા , શોષખાડા દ્વારા પાણીનો સંચય કરી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરી શકીએ. ખોરાક વિના માનવી લગભગ ૬૦ દિવસ જીવી શકે છે પરંતુ પાણી વગર ૯૦ કલાક પણ જીવી શકતો નથી. માનવવસ્તી ખૂબ ઝડપથી વધતી જાય છે તેથી પાણીની માંગ અને વપરાશ પણ તેટલી ઝડપથી વધતો જાય છે તેની સામે પાણીનો પુરવઠો ખૂબ જ મર્યાદિત છે એનો અર્થ એવો થયો કે જેમ વસ્તી વધતી જાય તેમ માથાદિઠ પાણીનો જથ્થો ઓછો થતો જાય. પાણીની અછતનું એક માત્ર કારણ વસ્તી વધારો નથી પરંતુ આપણાથી થતો પાણીનો દુર્વ્યય, દુરુપયોગ , યોગ્ય આયોજનનો અભાવ અને પાણીનું પ્રદુષણ છે આપણે જાહેર “સ્થળો ઉપરના નળ ખુલ્લા રાખી દઈએ છીએ. ખેતરોમાં ખુબ સિંચાઈ કરીએ છીએ. ટપક પધ્ધતિનો ઉપયોગ કરતા નથી. આપણી જીવન પધ્ધતિ એવી છે કે આપણે જરૂર કરતા વધારે પાણીનો ઉપયોગ કરીએ છીએે. આની અસર ફકત માણસ પર પડે છે એવું નથી પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓના જીવનને પણ અસર કરે છે. આથી આપણે કરકસરપૂર્વક અને યોગ્ય આયોજન કરીને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. પાણીનો બગાડ અટકાવવો, પાણીનો વધારે સંગ્રહ કરી પાણીને પ્રદુષિત ન થવા દઈએ અને પાણીનો પુન:વપરાશ કરીને પાણીની સમસ્યા દુર કરવા માટેનો સંકલ્પ કરીએ.

જળસંચય અને જળબચતની જાગૃતતા માટે રર મી માર્ચે જળ દિવસ ની ઉજવણી કરીએ છીએ.

જળસંચયના સૂત્રો

• જળ એજ જીવન છે.

• જીવનનું અમૃત એટલે પાણી.

• પાણી અને વાણી વિચારીને વાપરો.

• પાણી બચાવો , જીવન બચાવો.

• ભુગર્ભ જળ નીચે ગયા , તો સુખના દિવસો ભાગી ગયા.

• પાણીની અછત જયારે આવે, પાણીની કિંમત ત્યારે સમજાય.

• ટીપે ટીપે સરોવર ભરાય , તેમ વિચારી - વિચારીને પાણી વપરાય.

• એકવાર બેકાર વહી ગયેલું પાણી, વીતી ગયેલા જીવનની જેમ પાછું આવતું નથી.

Hope it helps u

Mark me as brainliest

꧁༺DҽѵíӀ ցíɾӀ༻꧂

Attachments:
Similar questions