India Languages, asked by alpap430, 1 month ago

તમારી સાળા માં સાંસ્કૃતિક કાર્યક્રએમની ઉજવણી થઈ તેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લાખો.​

Answers

Answered by arvindbhaiasalaliya
4

Answer:

નામ_______

સરનામું______

___________

___________

તારીખ_૧૮-૦૮-૨૦૧૮_______

પ્રિય મિત્ર,

______

સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ શ્લોક વક્રતુંડ મહાકાય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાનીવિધાર્થીનીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી. જેના શબ્દો ‘શુભ સવેરે લેકર નામ તેરે પ્રભુ’ છે. ત્યારબાદ મહેમાનશ્રી અને શાળાના સ્ટાફ મિત્રો અને તાલીમાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનશ્રીઓ અને શિક્ષકોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.મુખ્ય મહેમાનશ્રી નું સ્વાગત શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યનું સ્વાગત નિરીક્ષક સર પરેશસર દ્વારા કરવામાં આવ્યું હતું. નિરીક્ષક નું સ્વાગત શાળાના શિક્ષક મિત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તથા કન્વીનર સર રત્નદીપભાઈ ટંડેલનું સ્વાગત તાલીમાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાંથીનું સ્વાગત મારા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે શાળામાં પધારેલા અધ્યાપક ને શાળાના આચાર્ય શ્રી દ્વારા ધૂપસળી અને સાલ થકી સન્માન કરવામાં આવ્યું હતું. અને તાલીમાર્થીઓ દ્વારા શાળાના આચાર્યને અને શાળાને ભેટ આપવામાં આવી હતી.

ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા શબ્દોથી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ કૃતિઓ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પહેલી કૃતિ દેશ રંગીલા રંગીલા. ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો. બીજી કૃતિ મુકનાટક માઈમ રજુ થઇ હતી. ત્યારબાદ ત્રીજી ડાંગી નૃત્ય રજુ થઇ હતી. ત્યારબાદ શાળામા ઇન્ટરનશીપ દરમિયાન સહભ્યાસિક પ્રવુતિનું આયોજન થયેલું તેમાં વિજેતા વિધાર્થીઓને ઇનામ વિતરણ અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. ત્યારબાદની કૃતિ લહેરીલાલ ડાન્સ રજુ થયો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ તેમજ તાલીમાર્થીઓ દ્વારા નાટક રજુ થયું હતું. ત્યારબાદ વિવિધતામાં એકતા રજુ કરતું સમૂહગીત રજુ કરવામાં આવ્યું હતુ હવે સાંસ્કૃતિક કાર્યક્રમ અંત તરફ જતાં ઇન્ચાર્જ અધ્યાપક દ્વારા પ્રતિભાવ રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇન્ટરનશીપના સાથીમિત્ર દર્શનાબેન દ્વારા પ્રતિભાવ રજુ કરવામાં આવ્યો હતો. તેમજ શાળાનો વિધાર્થી દ્વારા પ્રતિભાવ રજુ થયા હતા. ત્યારબાદ તાલીમાર્થી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. છેલ્લે રાષ્ટ્રગાન દ્વારા આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. હું આ કાર્યક્રમ ક્યારેય નહીં ભૂલીશ

Similar questions