નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો : 'આજ' તો બધે ઊંચા જીવનધોરણની બૂમો પડી રહી છે. વાડી-વજીફો, મોટર-બંગલા, ફ્રિજ, ટીવી વગેરેને ઊંચું
જીવન કહે છે. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું જીવન ગણાતું. જેની જરૂરિયાતો ઓછી તે ઊંચો ગણાતો. પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા જ અવળી થઈ ગઈ છે. પરંતુ આ તે ઊંચું જીવન કે પછી અધોગતિનું જીવન? ઊંચા જીવન વિશેના આપણા ને પશ્ચિમના ખ્યાલમાં જમીન-આસમાનનું અંતર છે. પહેલાં ગામમાં ડોસીઓ કહેતી કે – ‘ીય ન બાળજો, હાથ બાળજો.' પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. હાથને સુંવાળા બનાવે છે. ઉપર મેંદી મૂકે છે. પહેલાં સવારે ઊઠતાંવેંત હાથનાં દર્શન કરતાં : 'તારા પ્રતાપે દહાડો કાઢીશ' એવી ભાવના રહેલી. ઈશ્વરે બે હાથ આપ્યા છે એટલેસ્તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ, નહીં તો ગાય-ભેંસ-બળદની જેમ વાંકા વળીને ચાલવું પડત. ભગવાને માણસને એક મોટું અને બે હાથ આપ્યા છે. પણ આજે તો મોઢાં વધતાં જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ ખૂંટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ તંગી ન વરતાય.
Answers
Answered by
6
Answer:
શિર્ષક: બદલાતો સમાજ
પહેલાના લોકો સાદુ જીવન જીવતા અને ઓછો ખરચો કરતા જ્યારે બદલાતા પ્રવાહો સાથે પ્રામાણિકતા અને સદાચારી ઓછા થઇ ગયા અને આજે દંભ વધતો જાય છે
Similar questions