India Languages, asked by mistrypriyansh94, 1 month ago

‘રક્તદાન - મહાદાન’ તમારો મત વ્યક્ત કરો​

Answers

Answered by loknadamjinaga1044
2

Answer:

દર વર્ષે વિશ્વભરમાં ૧૪ જૂનના દિવસને ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનીઝેશન) દ્વારા ૨૦૦૪ થી ઉજવવામાં આવે છે. ૧૪ જૂન એ કાર્લ લેન્ડસ્ટેઇનર નામના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકની જન્મજયંતિ છે કે જેણે બ્લડ ગ્રુપની શોધ કરી હતી. ખાસ તો આ દિવસને લોકોમાં રક્તદાનની જરૂરિયાત અંગે તથા રક્તદાતાઓનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે. દર વર્ષે WHO આ દિવસ માટે એક સ્લોગન (સૂત્ર) નક્કી કરે છે. આ વર્ષનું સ્લોગન છે - ‘‘ Be there for someone else. Give blood. Share life”.

લોહીની જરૂરિયાત વિવિધ પ્રકારની સારવાર તથા આપાતકાલીન સમયે ખાસ પડે છે. રક્તદાન એ જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓને લાબું જીવાડવામાં મદદ કરે છે અને જટિલ મેડિકલ તથા સર્જીકલ પ્રોસિજરમાં પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લોહીની જરૂર કેટલાય પ્રકારની ઇમર્જન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઇજાઓમાં પણ ખુબ જ પડે છે.

કોઈપણ દેશમાં કે પ્રદેશમાં આરોગ્ય સેવાઓને અસરકારક બનાવવા માટે દર્દીઓને લોહી તથા લોહીની અન્ય પ્રોડકટ્સ મળી રહે તે અત્યંત અગત્યનું છે. સલામત અને પૂરતા પ્રમાણમાં લોહીમાલી રહે તે માટે દેશવ્યાપી રક્તદાન માટેના કેન્દ્રો હોવા જરૂરી છે કે જ્યાં રક્તદાતાઓ વિનામૂલ્યે રક્તદાન કરી શકે.

રક્તદાનને લગતી કેટલીક હકીકતોદર વર્ષે ૧૧૨.૫ મિલિયન બ્લડ યુનિટનું ડોનેટ કરવામાં આવે છે, કે જેમાંથી ૪૮% વિકસિત દેશોમાં થાય છે કે જેંમા વિશ્વની ફકત ૧૯% વસ્તી જ રહે છે. જે દર્શાવે છે કે અલ્પવિકસિત તથા વિકાસશીલ દેશોમાં હજુ પણ ઘણા દર્દીઓને સમયસર લોહી પૂરું પડી શકાતું નથી તથા લોકોમાં રક્તદાન અંગે પૂરતી જાગૃતતા આવેલ નથી.

વિકસિત દેશોમાં લોહીને મૉટે ભાગે હાર્ટ સર્જરી, ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ગંભીર અકસ્માત કે લોહીને લગતા કેન્સર હોય તો જ ચઢાવવામાં આવે છે, જયારે વિકાસશીલ દેશોમાં મૉટે ભાગે પ્રેગ્નન્સી વખતે થતા કોમ્પ્લિકેશન અટકાવવા, બાળકોમાં એનિમિયાની સારવારમાં અને અકસ્માતના કિસ્સાઓમાં લોહી ચઢાવાય છે.

૨૦૧૩માં કરાયેલા સર્વે અનુસાર, વિશ્વના ૫૭ દેશોની અંદર ૧૦૦% રક્તદાન વિનામૂલ્યે તથા સ્વેઇચ્છીક રીતે કરવામાં આવે છે. જયારે ૭૧ દેશોની નદાર ૫૦%થી પણ ઓછું લોહી આ રીતે ભેગું કરાય છે, અને બાકીનું લોહી દર્દીના સાગા વ્હાલાઓ દ્વારા ડેન કરાય છે અથવા તો રક્તદાતાને પૈસાચુકવીને ભેગું કરવામાં આવે છે.. રક્તદાન દ્વારા એકઠું કરવામાં આવેલ દરેક લોહીની HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી અને સીફીલીસ માટે લેબોરેટરી તપાસ થવી જોઈએ. પરંતુ, ૩૫ જેટલા દેશોમાં ટેસ્ટ કીટની અછત, સ્ટાફની અછત, તથા લેબોરેટરીની ખરાબ કવોલીટીના લીધે આવા પ્રકારના દરેક ટેસ્ટ થતા નથી.

રક્તદાનના ફાયદા

Similar questions