CBSE BOARD XII, asked by digpalsinhrathod, 1 month ago

ઈ-કોમર્સનો અર્થ જણાવો.​

Answers

Answered by deepuking
2

Answer:

ઇ-કોમર્સ (e-commerce) એટલે કે ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો તેમ જ માધ્યમો વડે કરવામાં આવતો વેપાર. આ ઇ-કોમર્સમાં વેપારનાં તમામ પાસાંઓ જેવાં કે જાહેરખબર જોવાનું, માહિતી મેળવવાનું, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી કરવાનું, પસંદગી કરવાનું તેમ જ પસંદ કરેલ વસ્તુ મેળવવા પૈસા ચૂકવવાનું કાર્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે આંતરજાળ(ઇન્ટરનેટ), કોમ્પ્યુટર નેટવર્ક, ઇ મેઇલ સેવા, બેન્ક ક્રેડીટ કાર્ડ, બેન્ક ધન હસ્તાંતરણ સેવા, ટેલિફોન તેમ જ ટી.વી. જેવાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમ જ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇ-કોમર્સનો વહેવારમાં ઉપયોગ થયા પછી વેપારમાં મોટી ક્રાંતિ આવી છે, તેમ જ વેપારમાં અનેકગણી વૃદ્ધિ થઇ છે.

Similar questions