World Languages, asked by jasminmanisha06, 1 month ago

પુસ્તક મેળાનું આયોજન કયાં કરવામાં આવ્યું છે?​

Answers

Answered by nsdivyausundhar
1

Answer:

ત્રણ દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત બુક ફેરની મુલાકાત લેવામાં આવી અને પુસ્તકોની વિશાળ દુનિયાના દર્શન કર્યા.

– આગળના વર્ષે ઘણી ઇચ્છા હોવા છતાં આ પુસ્તક મેળા સુધી પહોંચી નહોતુ શકાયું એટલે આ વખતે નક્કી કર્યું હતું કે જેમ બને તેમ જલ્દી જ જઇ આવવું.

– આમ તો આ પુસ્તક મેળામાં જવા માટે કોઇ ચોક્કસ કારણ નહોતું, પણ મને પુસ્તકો ગમે એટલે ત્યાં જવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. (અને આ બહાને બે-ચાર નવા પુસ્તકો ખરીદી લેવાય તેવી છુપી ઇચ્છા પણ ખરી.)

– એક પછી એક ઘણાં સ્ટોલની મુલાકાત લેવામાં આવી અને ફરતાં-ફરતાં કુલ દસેક પુસ્તક પસંદ કરવામાં આવ્યા. (આ બધા પુસ્તકનો એકસાથે ફોટો લેવો હતો પણ ઘરે આવ્યા પછી બધા પુસ્તકો ઘરના વ્યક્તિઓમાં આપોઆપ વહેંચાઇ ગયા, એટલે…)

– એક પુસ્તક કે જેને મેડમશ્રીના આગ્રહથી લેવામાં આવ્યું તેનો ફોટો નીચે જોઇ લો. (તેને ત્યાં આ વિષયના પુસ્તકોમાં જ રસ હતો એટલે આવા અન્ય બે પુસ્તકો પણ ખરીદવામાં આવ્યા.)

Similar questions