Social Sciences, asked by shahkirtan30gmailcom, 1 month ago

મરાઠા વિગ્ર કોની જોડે થયું હતું તેનો સુ પરિણામ આવ્યું

Answers

Answered by raviit66
1

Answer:

Explanation:

ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ

દિશાશોધન પર જાઓશોધ પર જાઓ

ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ

આંગ્લ મરાઠા યુદ્ધો નો ભાગ

તિથિ નવેમ્બર ૧૮૧૭-ફેબ્રુઆરી ૧૮૧૮

સ્થાન આધુનિક મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારો

પરિણામ અંગ્રેજોનો નિર્ણાયક વિજય

મરાઠા સામ્રાજ્યનો અંત;

ભારત પર અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો કબ્જો

યોદ્ધા

Flag of the Maratha Empire.svg મરાઠા સામ્રાજ્ય United Kingdom બ્રિટિશ સામ્રાજ્ય

સેનાનાયક

બાપુ ગોખલે (પેશવા બાજી રાવ બીજાના સેનાધ્યક્ષ)

અપ્પા સાહેબ ભોંસલે

મલ્હારરાવ હોલકર ત્રીજા ફ્રાન્સીસ રૉડન-હેસ્ટિંગ્સ

જ્હોન માલ્કમ

થોમસ હિઝલોપ

શક્તિ/ક્ષમતા

આશરે ૧,૦૦,૦૦૦ આશરે ૧,૧૦,૦૦૦

ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ (૧૮૧૭-૧૮૧૮) મરાઠા સામ્રાજ્ય અને અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે લડાયેલ આખરી અને નિર્ણાયક યુદ્ધ હતું. યુદ્ધના અંતે મોટાભાગનું ભારત કંપનીના કબ્જામાં જતું રહ્યું. યુદ્ધની શરુઆત અંગ્રેજ સૈનિકો દ્વારા મરાઠા વિસ્તાર પર હુમલા દ્વારા થઈ,[૧] જે ભારતમાં અંગ્રેજો હસ્તકની સૌથી મોટી સેના હતી. સૈન્યનું નેતૃત્વ ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ (બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સ સાથે કોઈ સંબંધ નથી)ના હાથમાં હતું અને તેમની સહાયમાં બીજી સેના જનરલ થોમસ હિઝલોપના નેતૃત્વ હેઠળ હતી. મુસ્લિમ ભાડૂતી સૈનિકો જે પિંડારી તરીકે ઓળખાતા હતા તેમની અને મરાઠાઓ વિરુદ્ધ કાર્યવાહીની શરુઆત મધ્ય ભારતમાંથી થઈ.[note ૧]

પેશવા બાજી રાવ બીજાનું સૈન્ય નાગપુરના મુધોજી બીજા ભોંસલે અને ઈંદોરના મલ્હારરાવ હોલકર ત્રીજાની સહાયથી આ દબાણ સામે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડવા ઉતર્યું. ગ્વાલિયરના દૌલતરાવ સિંદે દબાણ અને રાજદ્વારી વાટાઘાટોના પરિણામે રાજસ્થાન ગુમાવીને પણ તટસ્થ રહ્યા.

અંગ્રેજ વિજયો ઘણા ઝડપી હતા અને તેને કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું અને તેની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. પેશવા ખડકીની લડાઈ અને કોરેગાંવની લડાઈમાં હારી ગયા. પેશવાને અંગ્રેજોના કબ્જામાંથી બચાવવા તેમના સૈન્યએ સંખ્યાબંધ નાની લડાઈઓ લડી.[૩]

આખરે પેશવા પકડાયા અને કાનપુર નજીક બિથુર ખાતે નાના મકાનમાં તેમને રાખવામાં આવ્યા. તેમનો મોટાભાગનો વિસ્તાર ખાલસા કરાયો અને તે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ બન્યો. સાતારાના મહારાજાને તેમના વિસ્તારમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા અને તેમનું રજવાડું અંગ્રેજ પ્રભુત્વ હેઠળ રહ્યું. ૧૮૪૮માં લોર્ડ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ આ પ્રદેશ પણ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ બનાવાયો. ભોંસલે સિતાબુલદીની લડાઈમાં અને હોલકર મહિદપુરની લડાઈમાં હારી ગયા. ભોંસલેના વિસ્તારનો ઉત્તરી હિસ્સો અને નાગપુર અને આસપાસનો વિસ્તાર બુંદેલખંડ સાથે અંગ્રેજોના કબ્જામાં આવ્યો. ભોંસલે અને હોલકરની હારના પરિણામે અંગ્રેજોએ તેમના રાજ્યો પર પણ કબ્જો કર્યો. આ સિવાય શિંદે પાસેથી ગ્વાલિયર અને પેશ્વા પાસેથી ઝાંસી અંગ્રેજોએ લઈ લીધાં. આ તમામ વિસ્તારો રજવાડાં બન્યા અને અંગ્રેજોના પ્રભુત્વ હેઠળ આવ્યા. ખડકી, સિતાબુલ્દી, મહિદપુર, કોરેગાંવ અને સતારા ખાતે અંગ્રેજોના ત્વરિત વિજયના પરિણામે તેમની ભારતમાં યુદ્ધ લડવાની ક્ષમતાનું પ્રદર્શન થયું.[૪]

Answered by panchwatianoop2019
0

Answer:

which language

Explanation:

I am lndia my country language is hindi

Similar questions