ગુજરાતી ની વિશેષતા વિષે જણાવો
Answers
Answer:
પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે.
ગુજરાતી
કુલ વસ્તી
c. ૪ થી ૬ કરોડ
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
ભારત: ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય
૬.૦૦ કરોડ[૧]
પાકિસ્તાન
ઓછામાં ઓછા ૧૫,૦૦૦-૧,૦૫,૦૦૦[૨]
United States
૬,૦૦,૦૦૦[૩]
કેનેડા
૧,૧૮,૯૫૦[૪]
ભાષાઓ
ગુજરાતી
ધર્મ
હિંદુ, જૈન, પારસી, ઇસ્લામ (જુઓ ગુજરાતી મુસલમાન), ખ્રિસ્તી
ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પ્રસિદ્ધ ગુજરાતીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ ગાંધી,શ્યામજી કૃષ્ણ વર્મા ધીરુભાઈ અંબાણી, સ્વામી દયાનંદ સરસ્વતી વિક્રમ સારાભાઈ ,સુનીતા વિલિયમ્સ ,ધીરુભાઈ અંબાણી ,તથા ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે.