Hindi, asked by chetanshah10843, 5 hours ago

વિચાર-વિસ્તાર લખો
" જગની સો કડીઓમાં સ્નેહની સર્વથી વડી "​

Answers

Answered by Diliptalapda
13

Explanation:

જગતની સૌ કડીઓમાં સ્નેહની કડી સર્વથી વડી (સત્ય ઘટના)

--->>અમેરિકાની ઉથાહ યુનિવર્સિટીની નર્સિગ કોલેજના પ્રોફેસર, જાણીતા લેખિકા ડીના લી દ્વારા આલખાયેલ એક હ્રદય સ્પર્શી સત્ય ઘટના આપણે ટૂંકમાં વાંચીએ ...

.

જોડિયા બાળકીઓ – બ્રેઈલી અને કીરે -- બાર અઠવાડીયા વહેલી જન્મી. પરિણામ તેમને ઈન્ટેનસીવ કેર યુનિટમાં જુદા જુદા ઈનક્યુબેટરોમાં રાખવામાં આવી હતી.

.

સધન સારવારના કારણે કીરેનું વજન વધવા લાગ્યું અને તેનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું જ્યારે બ્રેઈલી, જે ફક્ત બે પાઉન્ડ વજન સાથે જન્મી હતી તેનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી, હ્રદયના ધબકારા અનિયમિત થતા જતા હતા અને બીજી તકલીફો પણ હતી. તેનું જીવન બચવું મુશ્કેલ જણાતું હતું,

.

ડોક્ટરો અને નર્સોએ બ્રેઈલીનું જીવન બચાવવા માટે શક્ય તે બધા જ ઉપાયો અજમાવી જોયા પરંતુ તેમને કોઈ સફળતા મળતી નહોતી. બીજા કોઈ ઉપાય નજરે ન પડતા એક નર્સે હોસ્પિટલના બધાં નિયમને બાજુએ રાખીને બન્ને બાળકીઓને એક જ ઈનક્યુબેટરમાં બાજુ બાજુમાં સુવડાવી. બન્ને બાળકીઓને સાથે સૂતી મૂકીને તે વોર્ડમાં ગઈ.

.

થોડી જ વારમાં પાછાં આવીને તેણે જે જોયું તેને થોડીવાર માટે તો તે માની ન શકી. તેણે બધાં ડોક્ટર અને નર્સને ત્યાં બોલાવ્યા અને તેઓએ જે જોયું તે આ સાથેની તસવીરમાં છે.

.

જેવી બ્રેઈલી તેની બહેન કીરેની નજીક આવી, કીરેએ પોતાનો નાજુક નાનકડો હાથ બ્રેઈલીના ઉપર મૂક્યો, જાણે તે બ્રેઈલીને આલિંગન કરતી હોય અને તેને આધાર આપતી હોય. બધાના આશ્ચર્ય વચ્ચે, તે પળથી જ બ્રેઈલીના સ્વાસોસ્વાસ અને હ્રદયની સ્થિતિ સુધરવા લાગી. બ્રેઈલી જીવી ગઈ...

.

કોઈએ ખરૂં કહ્યું છે કે Blood is thicker than water … પરિવારના સભ્યોનો સ્નેહ ડૉક્ટરની દવા કરતાં પણ ઘણીવાર વધુ અસર કરતા નીવડે છે. માટે, પરિવારમાં પ્રેમ બાંટવાનો ક્યારેય, કોઈ અવસર મળે તો ચૂકતા નહીં. પરિવારમાં કોઈના પણ પ્રત્યે વહેતો કરાયેલ પ્રેમનો એક નાનકડો મૃદુ સ્પર્શ અને મમતા, તેના જીવનને આનંદથી આપૂરિત કરી, તેને આનંદપૂર્વક જીવવાનું બળ આપે છે.

.

કહેવાય છે કે સમય ભલભલાં ઘાને રુઝાવી દયે છે. પરંતુ નક્કી માનો, સમય કરતાં પણ પ્રેમમાં કોઈ પણ ઘાને રુજવવાની શક્તિ વધારે રહેલ છે. પ્રેમ એક શક્તિ વર્ધક ઔષધ છે. જીંદગી જીવવા માટે પ્રેમ અનીવાર્ય રૂપે જરૂરી છે. પ્રેમનો સ્પર્શ થતાં જ જીવન સોળે કળાએ ખીલી ઊઠે છે.

પ્રેમ એ જીવ માત્રની સ્વાભાવિક ભૂખ છે. પ્રેમ હરકોઈ ને તૃપ્તિ આપે છે. પ્રેમનો પ્રતિઘ્વની અનંત છે... જ્યાં બુદ્ધિ જ્યાં થાકી જતી જણાયે ત્યાં પ્રેમનો સહારો લેજો. પ્રેમના પંથે ક્યાંય નિષ્ફળતા હોતી નથી ...

Similar questions