India Languages, asked by anita7stv, 5 hours ago


તમે શાળામાં પ્રથમ નંબરે આવ્યા છો તેની જાણ કરતો પત્ર તમારા પિતાને લખી,​

Answers

Answered by CutiePieKajal
7

Answer:

please mark me as brainliest

Answered by franktheruler
0

શાળામાં પ્રથમ નંબરે આવવાનો જાણ કરતો પત્ર પિતાજીને નીચે મુજબ લખી શકાય:

23, ગાયત્રીનગર,

ભરૂચ - 392001.

તા. 3/9/2021.

વિષય : શાળામાં પ્રથમ આવી તે જણાવવા હેતુ

પૂજ્ય પિતાશ્રી,

આદર પ્રણામ. આશા છે કે તમે, મમ્મી અને મારી લાડલી બહેન સોનાલી મજામાં હશો. હું અહીં હોસ્ટેલમાં ખૂબ ખુશ છું.

મારી દ્વિતીય કસોટીનું પરિણામ હમણાં બે દિવસ પહેલા જ આવ્યું. પ્રથમ કસોટીના પરિણામમાં નાપાસ હોવા છતાં તમે મને વધુ બોલ્યા નહિ. અને સારું માર્ગદર્શન આપ્યું, તે આ પરિણામમાં દેખાઈ છે. હું નવ્વાણું ટકા સાથે આખી શાળામાં પ્રથમ આવી છું.

જ્યારે પરિણામ જોયુ, ત્યારે મારી ખુશીનો પાર રહ્યો નહિ. તરત જ તમને કહેવાની ઈચ્છા થઈ. માટે આ પત્ર લખી તમને જાણ કરું છું.

તમને અને મમ્મીને મારા પ્રણામ. સોનાને વ્હાલ કરવાનું ભૂલતા નહિ.

તમારી લાડલી,

નેહા.

Similar questions